ઘાટકોપરમાં કિશોર સાથે દુષ્કર્મ : સાત ​ટીનેજર્સની ધરપકડ

Published: 23rd September, 2020 11:08 IST | Mumbai Correspondent | Mumbai

સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં સગીર પર દુષ્કર્મ કરવા બદલ ૧૩થી ૧૫ વર્ષની વયના ૭ સગીર છોકરાઓને રિમાન્ડ હોમમાં મોકલી આપવામાં આવ્યા છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં સગીર પર દુષ્કર્મ કરવા બદલ ૧૩થી ૧૫ વર્ષની વયના ૭ સગીર છોકરાઓને રિમાન્ડ હોમમાં મોકલી આપવામાં આવ્યા છે. ઘાટકોપર પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. ત્યાર બાદ ફરિયાદ નોંધીને ૭ સગીર બાળકોની ધરપકડ કરવામાં આવી છે.’

સગીર અને આરોપી એક જ વિસ્તારમાં રહે છે. બીજી સપ્ટેમ્બરે સગીરને તેના એક મિત્રએ ઘરે બોલાવ્યો હતો. સગીર ત્યાં ગયો ત્યારે ત્યાં હાજર ૭ આરોપી છોકરાઓને જોઈને તે ચોંકી ગયો અને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પણ સાતેસાત કિશોરોએ તેને પકડીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું અને એક જણે એનો વિડિયો બનાવ્યો હતો. ઘાટકોપરના એક પોલીસ-અધિકારીએ જણાવ્યા મુજબ ‘આ ઘટના બાદ કિશોર ડરી ગયો હતો અને તેણે કોઈને કશું કહ્યું નહોતું, પણ વિડિયો-ક્લિપ સોશ્યલ મીડિયા પર ફરવા માંડી ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી..’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK