Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બળાત્કારના કેસમાં પકડાયેલા સાઇકોલૉજિસ્ટે અનેક મહિલાઓ પર રેપ કર્યો હતો

બળાત્કારના કેસમાં પકડાયેલા સાઇકોલૉજિસ્ટે અનેક મહિલાઓ પર રેપ કર્યો હતો

15 February, 2020 07:49 AM IST | Mumbai
Samiullah Khan

બળાત્કારના કેસમાં પકડાયેલા સાઇકોલૉજિસ્ટે અનેક મહિલાઓ પર રેપ કર્યો હતો

સાઇકોલૉજિસ્ટ સંજૉય મુખરજી.

સાઇકોલૉજિસ્ટ સંજૉય મુખરજી.


અનેક એવૉર્ડનો વિજેતા, બનીબેઠેલા મનોચિકિત્સક અને મૅરેજ કાઉન્સિલર ડૉક્ટર સંજૉય મુખરજીની પૂછપરછ કરતાં તેમ જ તેના ઘરની તલાશી લેતાં પોલીસને તેના ઘરમાંથી ચાર પેનડ્રાઇવ, બેથી ત્રણ મોબાઇલ અને લૅપટૉપ મળ્યું હતું. ૧૯ વર્ષની યુવતી ઉપરાંત તેણે ૧૯થી માંડીને ૫૦ વર્ષની વયની અનેક મહિલાઓ પર બળાત્કાર કર્યો હતો, પરંતુ બદનામીના ડરથી કોઈ આગળ આવતું નહોતું.

પોલીસતપાસમાં મુખરજીએ કબૂલ્યું હતું કે તે મોટા ભાગે તેના મિત્રની પત્નીઓ કે વર્ષો પહેલાં મૃત્યુ પામેલી તેની પત્નીની મિત્ર પર ચેકઅપના બહાને બળાત્કાર કરતો હતો અને તેમનો વિડિયો ઉતારતો હતો, જે પછીથી ઘરે બેસીને જોયા બાદ ડિલીટ કરી દેતો હતો. ૧૯ વર્ષની પેશન્ટને બાદ કરતાં તેના બળાત્કારનો ભોગ બનનારી તમામ મહિલાઓએ સમાજમાં આબરૂ જવાના ભયે મૌન સેવ્યું હતું.

૧૯ વર્ષની વયની પેશન્ટનાં માતા-પિતાએ પોલીસનો સંપર્ક કર્યા બાદ દસમી ફેબ્રુઆરીએ મુખરજીની ધરપકડ કરવામાં આવી હતી. મુખરજી બોરીવલીમાં માગથાણેમાં તેના ઘરમાં ક્લિનિક ચલાવતો હતો.

મુંબઈમાં જન્મ અને ઉછેર પામનાર મુખરજીએ મુંબઈ યુનિવર્સિટીમાંથી સાયન્સમાં ગ્રૅજ્યુએશન કર્યું હતું તથા આંધ્ર પ્રદેશના ચિત્તુરમાંથી માનસશાસ્ત્રના સલાહકાર તરીકેનો ડિપ્લોમા મેળવ્યો હતો. પોલીસ તેની ડિગ્રી અને ડિપ્લોમાની વૈદ્યતા ચકાસી રહી છે.

સુજૉય મુખરજીની ૧૯ વર્ષની પેશન્ટે તેના ક્લિનિક પર જવાની ના પાડીને મહિલા કાઉન્સેલરને બતાવવાની જીદ કરતાં આખી ઘટના પ્રકાશમાં આવી હતી. મુખરજીએ જુલાઈ ૨૦૧૮માં ૧૯ વર્ષની તેની આ પેશન્ટ પર બળાત્કાર કર્યો હતો અને ત્યાર બાદ સપ્ટેમ્બર અને ઑક્ટોબર દરમ્યાન તેના પર ત્રણ વખત બળાત્કાર કર્યો હતો, જેમાંથી અંતિમ વખત તેને અકુદરતી સેક્સ માટે ફરજ પાડી હતી.


Whatsapp-channel Whatsapp-channel

15 February, 2020 07:49 AM IST | Mumbai | Samiullah Khan

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK