મુંબઈના 34 હજાર રખડતા કૂતરાને પકડવા પાલિકા આટલા કરોડનો ખર્ચ કરશે

Published: 2nd December, 2020 19:58 IST | Prajakta Kasale | Mumbai

શહેરમાં દર વર્ષે 85,000 કૂતરાઓ કરડે છે, જોકે આ વખતે લોકડાઉનના લીધે આ આંકડામાં ઘટાડો થયો છે

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

શહેરમાં રખડતા કૂતરાની સંખ્યા સતત વધતી હોવાથી આખરે મહાપાલિકાએ સ્ટરીલાઈઝેશન કરવાનો નિર્ણય લેતા એક કૂતરાને પકડવા પાછળ રૂ.680 આપવા માટે તૈયાર થઈ છે. આમ મુંબઈ નગરીમાં 34,000 રખડતા કૂતરાને પકડવા માટે પાલિકા રૂ.2.37 કરોડનો ખર્ચ કરશે. દર વર્ષે 85,000 કૂતરાઓ કરડતા હોય છે, જોકે આ વખતે લોકડાઉનના લીધે આ આંકડામાં ઘટાડો થયો છે.

આ પ્રોજેક્ટના વડા અને દિઓનર એબેટોઈરના જનરલ મેનેજર ડૉ.યોગેશ શીતીયેએ કહ્યું કે, સ્ટરીલાઈઝ વિનાની માદા કમસેકમ ચાર કૂતરાને જન્મ આપે વર્ષે આપી શકે છે. કૂતરાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. એક અંદાજ છે કે શહેરમાં બેથી સાવ બે લાખ કૂતરાઓ છે, જેમાંથી 1.40 લાખ સ્ટરીલાઈઝ્ડ નથી.

પ્રાઈવેટ એજન્સીઓની મદદથી પાલિકાએ 18 હજારથી 20 હજાર કૂતરાઓનું સ્ટરીલાઈઝેશન કરી શકી છે. જોકે હજી 17,000 જેટલા રખડતા કૂતરાઓને પકડવાના છે.

વર્ષ 1994થી પાલિકા સ્ટરીલાઈઝેશન પ્રોગ્રામ ચલાવી રહી છે. વર્ષ 2014ની ગણતરી અનુસાર 95,174 કૂતરાઓમાંથી 25,935નું સ્ટરીલાઈઝેશન થયુ નહોતું. આ અન-સ્ટરીલાઈઝ્ડમાંથી 14,674 નર અને 11,261 માદા હતી.

આમ કૂતરાઓને પકડવા માટે સાત વાહનો જોઈએ જે દૈનિક આઠ જેટલા કૂતરા પકડી શકે. પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીને મોકલેલા પ્રસ્તાવ અનુસાર સત્તાએ મેસર્સ આરતિ કોર્પોરેશનને સાત વાહનો અને ચાર નિષ્ણાત વ્યક્તિ રૂ.2,37,61,920માં આપવા માટે તૈયાર થઈ છે. પ્રતિ કૂતરાને પકડીને બાદમાં તેને છોડવાનો ખર્ચ રૂ.680 ગણવામાં આવ્યો છે. આ ભાવ બે વર્ષ સુધી યથાવત્ રહેશે. જો કોન્ટ્રેક્ટર કૂતરાઓને મુક્ત કરવામાં નિષ્ફળ જશે તો મહિને 10 ટકા દંડ લાગુ પડશે.

વર્ષ 2014થી 2019 દરમિયાન પાલિકાએ રૂ.9 કરોડના ખર્ચે 90,703 કૂતરાઓને સ્ટરીલાઈઝ કર્યા છે. તેમ છતાં વર્ષ 2019 સુધી કૂતરાઓના કરડવાના કેસમાં ઘટાડો થયો નથી. પાલિકાએ આ વર્ષે રૂ.2.07 કરોડના ખર્ચે 90,000 રેબિસ વેક્સિન લીધી છે.

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK