Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ...તો બેસ્ટની બસમાં તમે સીટ બુક કરી શકશો

...તો બેસ્ટની બસમાં તમે સીટ બુક કરી શકશો

18 June, 2019 08:48 AM IST | મુંબઈ
ચેતના યેરુણકર

...તો બેસ્ટની બસમાં તમે સીટ બુક કરી શકશો

...તો બેસ્ટની બસમાં તમે સીટ બુક કરી શકશો


જો બધું યોગ્ય રીતે પાર પડશે તો ટૂંક સમયમાં બેસ્ટ બસની ટિકિટ્સનું અગાઉથી બુકિંગ કરી શકાશે. બેસ્ટ ધરમૂળથી ફેરફાર કરી રહી છે તેવામાં ઉબર જેવી કંપનીઓ પણ તેની વહારે આવી તેને ઑનલાઇન જવામાંં મદદ કરી રહી છે. બેસ્ટની ઍપ્લિકેશન પર જાહેરખબરની આવકથી નફો વધતા લોકોને જાહેર પરિવહન ભણી વાળવું સરળ બનશે. બીએમસીના નવા કમિશનર પ્રવીણ પરદેશી પણ લાંબા સમયથી બીએમસી દ્વારા દૂર રાખવામાં આવેલા બસ ડેપોના વેપારીકરણમાં રસ લઈ રહ્યા છે. બેસ્ટની ઍપ્લિકેશનમાં તમે જે ડેપો પર હો તેના પર આવનારી બસની વિગતો તેમ જ જીપીએસ દ્વારા બસના સ્થળની માહિતી ઑનલાઇન આપવામાં આવશે. બીએમસીએ બેસ્ટ સાથે કરાર કર્યા છે જે મુજબ બીએમસી એક વર્ષ સુધી દર મહિને બેસ્ટને ૧૦૦ કરોડ રૂપિયા આપશે, જેનો ઉપયોગ બેસ્ટની કાયાપલટ કરવામાં કરાશે. હાલમાં બેસ્ટ ૨૫૦૦ કરોડ રૂપિયાની ખોટ કરી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

18 June, 2019 08:48 AM IST | મુંબઈ | ચેતના યેરુણકર

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK