મુંબઈ: વેટ ક્લિનિકના સ્ટાફ સાથે હિબા શાહે મારપીટ કરી

Published: Jan 25, 2020, 07:48 IST | Shirish Vaktania | Mumbai

મારપીટની શરૂઆત તેમના તરફથી કરવામાં આવી હતી : હિબા શાહે

હિબા ખાન
હિબા ખાન

થોડી મિનિટ રાહ જોવી પડી એમાં તો ઍક્ટર નસીરુદ્દીન શાહની દીકરી અને અભિનેત્રી હિબા શાહે જીભાજોડી કરીને ક્લિનિકની બે મહિલા કર્મચારીઓ પર હુમલો કર્યો હતો એમ ‘મિડ-ડે’ને જણાવતાં વેટરિનરી ક્લિનિકના સ્થાપક ટ્રસ્ટીએ વધુમાં ઉમેર્યું હતું કે વર્સોવા પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

ફેલાઇન ફાઉન્ડેશન વર્સોવા ખાતે વેટરિનરી ક્લિનિક ચલાવે છે. હિબાની મિત્ર સુપ્રિયા શર્માએ તેની બે બિલાડીનું વંધ્યીકરણ કરાવવા માટે અપૉઇન્ટમેન્ટ લીધી હતી, પરંતુ અપૉઇન્ટમેન્ટના દિવસે તે હાજર રહી શકે એમ ન હોવાથી તેણે હિબાને તેની બિલાડીઓને ક્લિનિકમાં લઈ જવાનું જણાવ્યું હતું.

ફાઉન્ડેશનના ટ્રસ્ટીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હિબા ક્લિનિક પર આવી ત્યારે ક્લિનિકના કૅરટેકરે તેને પાંચ મિનિટ રાહ જોવાનું કહ્યું, પણ બે-ત્રણ મિનિટમાં જ તે એકદમ ઉગ્ર ભાષામાં વાત કરી અમારા સ્ટાફ સાથે ઉદ્ધતાઈથી વર્તવા માંડી હતી. મારી સાથે તમે આવું વર્તન કઈ રીતે કરી શકો. મને બહાર રાહ જોવા કઈ રીતે કહી શકો અને હું રિક્ષામાંથી ઊતરી તો બિલાડીઓને લેવા કોઈ કર્મચારી સામે કેમ ન આવ્યો જેવા મતલબ વિનાના પ્રશ્નો પૂછી રુઆબ છાંટવા માંડી હતી.’

અમારા કર્મચારીએ તેને કન્સેન્ટ ફૉર્મ ભરવાનું કહ્યું તો તેણે આક્રમક રીતે વ્યવહાર કર્યો અને અમારા સ્ટાફની બે મહિલાઓને તમાચા ઝીંકી દીધા હતા. અપશબ્દો અને ખરાબ વર્તન સુધી તો ઠીક છે, પરંતુ તમાચો મારી દેવાની ઘટના તો ખરેખર નિંદનીય ગણાવી શકાય એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પણ વાંચો : ભયાનક ગિરદીને લીધે લોકલમાંથી પટકાયેલો ગુજરાતી યુવાન આઇસીયુમાં

જોકે હિબાનું કહેવું છે કે મેં તેમને માર્યું નહોતું. તેમણે જ મારી સાથે દુર્વ્યવહાર કર્યો હતો. ક્લિનિકના ગેટકીપરે મને ક્લિનિકમાં પ્રવેશવા નહોતી દીધી. મેં તેમને મારી અપૉઇન્ટમેન્ટ હોવા વિશે માહિતી આપી હતી, પણ તેમણે મારી સાથે ખરાબ રીતે વ્યવહાર કરીને મને ભાંડવાનું શરૂ કર્યું હતું. બેમાંની એક મહિલાએ મને ધક્કો મારીને ક્લિનિકની બહાર ચાલ્યા જવાનું કહ્યું હતું. ક્લિનિકની મુલાકાત લેનારાઓ સાથે આ પ્રકારનું વર્તન શોભાસ્પદ નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK