Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મૉનસૂન અપડેટ: મુંબઈમાં 10થી 15 જૂનની આસપાસ વરસાદની એન્ટ્રી

મૉનસૂન અપડેટ: મુંબઈમાં 10થી 15 જૂનની આસપાસ વરસાદની એન્ટ્રી

05 June, 2020 08:04 AM IST | Mumbai
Mumbai Correspondent

મૉનસૂન અપડેટ: મુંબઈમાં 10થી 15 જૂનની આસપાસ વરસાદની એન્ટ્રી

વરસતા વરસાદ વચ્ચે ગઈ કાલે ધીમો પણ મક્કમ ગતિએ ચાલી રહેલો વાહનવ્યવહાર. તસવીર : સતેજ શિંદે

વરસતા વરસાદ વચ્ચે ગઈ કાલે ધીમો પણ મક્કમ ગતિએ ચાલી રહેલો વાહનવ્યવહાર. તસવીર : સતેજ શિંદે


આ વર્ષના ચોમાસાએ બે દિવસ પહેલાં કેરળમાં એન્ટ્રી કરી છે, પરંતુ ‘નિસર્ગ’ સાઇક્લોનને કારણે ચોમાસાને મુંબઈ તરફ વધવામાં મુશ્કેલી પડવાની શક્યતા વર્તાઈ રહી છે. જોકે હવામાન વિભાગના જણાવ્યા મુજબ સાઇક્લોનની આગળ વધી રહેલા ચોમાસા પર અસર નથી પડી એટલે મુંબઈમાં એક અઠવાડિયામાં એટલે કે ૧૦થી ૧૫ જૂન સુધીમાં વરસાદ આવી પહોંચશે.

મુંબઈ વેધશાળાના પ્રવક્તાના જણાવ્યા મુજબ સામાન્ય રીતે સાઇક્લોનને કારણે હવામાનને અસર પહોંચે છે, પરંતુ નિસર્ગ સાઇક્લોનની તીવ્રતા ઓછી અને ઝડપ વધારે હોવાથી એ માત્ર ચાર દિવસમાં અરબી સમુદ્રમાંથી પશ્ચિમી મહારાષ્ટ્રના સમુદ્રકિનારે જમીન પર ટકરાઈને બુધવારે નબળું પડી ગયું હતું. આથી ચોમાસાના હવામાનને અસર નથી થઈ.



હવામાન ખાતાના અંદાજ મુજબ ચોમાસું ૩૦ મેએ કેરળમાં એન્ટર થયા પછી કર્ણાટકના ધારવાડમાં દાખલ થઈ ચૂક્યું છે. એની ઝડપમાં કોઈ ફેરફાર નથી થયો એટલે થોડા દિવસમાં એ ગોવા અને બાદમાં મુંબઈમાં દાખલ થશે. સામાન્ય રીતે મુંબઈમાં ૧૦થી ૧૫ જૂનની આસપાસ વરસાદની એન્ટ્રી થાય છે. આથી આ વર્ષે પણ નિસર્ગ સાઇક્લોન આવ્યું હોવા છતાં ચોમાસું નિયમિત સમય પ્રમાણે જ આગળ વધશે.


મુંબઈ નજીક સાઇક્લોન ત્રાટક્યું હોવાથી હવામાનમાં પલટો થઈને કેરળથી મહારાષ્ટ્ર તરફ વધી રહેલા ચોમાસાને અસર થવાની સેવાઈ રહેલી આશંકા હવામાન ખાતાની આગાહીથી ઓછી થઈ છે. સાઇક્લોનની આડઅસરરૂપે મુંબઈ અને આસપાસના વિસ્તારમાં બે-ત્રણ દિવસ હળવો વરસાદ નોંધાશે. બાકી સત્તાવાર રીતે ચોમાસું ૧૦થી ૧૫ જૂનની વચ્ચે જ શરૂ થશે.


Whatsapp-channel Whatsapp-channel

05 June, 2020 08:04 AM IST | Mumbai | Mumbai Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK