Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મીરા-ભાઈંદર પા‌લિકાની વીઆઇપી દરજ્જાવાળી કચરાની ગાડી શોધી રહી છે પોલીસ

મીરા-ભાઈંદર પા‌લિકાની વીઆઇપી દરજ્જાવાળી કચરાની ગાડી શોધી રહી છે પોલીસ

30 August, 2019 01:03 PM IST | મુંબઈ
પ્રીતિ ખુમાણ ઠાકુર‌‌

મીરા-ભાઈંદર પા‌લિકાની વીઆઇપી દરજ્જાવાળી કચરાની ગાડી શોધી રહી છે પોલીસ

વીઆઇપી દરજ્જાવાળી કચરાની ગાડી શોધવા માટે પોલીસે કમર કસી

વીઆઇપી દરજ્જાવાળી કચરાની ગાડી શોધવા માટે પોલીસે કમર કસી


મીરા-ભાઈંદર મહાનગરપા‌લિકાની કચરાની ગાડી પર પીળા રંગની બત્તી જોવા મળી હતી. આ ‌વિશે ‌‌‘મિડ-ડે’ દ્વારા અહેવાલ પણ પ્ર‌સિદ્ધ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ પોલીસ ‌વિભાગ બત્તી ધરાવતી આ ગાડીને શોધવા દોડતી થઈ હતી. પોલીસની ટીમ દ્વારા ટ્રા‌ફિક બેટ, ‌સિગ્નલ પૉ‍ઇન્ટ વગેરે પરિસરમાં ચાંપતી નજર રાખવામાં આવી હતી તેમ જ ટ્રા‌ફિક પોલીસ ‌વિભાગના ‌સિ‌નિયર પોલીસ ઇન્સ્પેક્ટર અ‌નિલ પવાર સુધ્ધાં તપાસ-ટીમ સાથે જોડાયા હતા. આ તપાસ વખતે પોલીસે કાશીમીરા પરિસરમાં મીરા-ભાઈંદર મહાનગરપા‌લિકાની પીળી લાઇટ લગાડેલી ગાડી દેખાતાં એને રોકીને એના પર કાર્યવાહી કરી હતી. મહારાષ્ટ્ર મોટર વાહન અ‌ધિ‌નિયમ ૧૯૮૯ની કલમ ૨૩૫, ૧૭૭ અનુસાર બત્તી લગાડવા બદલ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. એ ઉપરાંત ભાઈંદરમાં પણ પૅટ્રો‌લિંગ કરીને પોલીસ દ્વારા ભાઈંદર-વેસ્ટના ઉત્તન રોડ પીળી લાઇટ લગાડેલી ગાડી પર પણ દંડાત્મક કાર્યવાહી કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

30 August, 2019 01:03 PM IST | મુંબઈ | પ્રીતિ ખુમાણ ઠાકુર‌‌

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK