Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જો આગળ વધવું હોય તો ગૂગલ અને ફેસબુકના રસ્તે ચાલવું પડશે

જો આગળ વધવું હોય તો ગૂગલ અને ફેસબુકના રસ્તે ચાલવું પડશે

11 April, 2019 10:02 AM IST |
મનોજ નવનીત જોષી

જો આગળ વધવું હોય તો ગૂગલ અને ફેસબુકના રસ્તે ચાલવું પડશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મેરે દિલ મેં આજ ક્યા હૈ?

માગે ત્યારે નહીં, જરૂરિયાત હોય ત્યારે સામેથી આપી દો.



આ જ નીતિ રહી છે ફેસબુક અને ગૂગલની. તમે જુઓ તો ક્યાંકને ક્યાંક તમને દેખાશે કે લોકોને ખબર જ નથી કે એને શું જોઈએ છે અને શું કામ જોઈએ છે અને એમ છતાં પણ આ ફેસબુકે પોતાની જગ્યા બનાવી લીધી અને ગૂગલે તમને પરવશ કરી દીધા. આજે માણસ એડ્રેસ પૂછતો બંધ થઈ ગયો છે. તમે જુઓ તો ખરા, અમેરિકાની કંપની અમેરિકામાં બેઠાં એવું કામ કરે છે કે તમારી સગવડ અહીંયા ઘરબેઠાં મળે છે અને એ પણ ફ્રી. આપણે ક્યાંય આ કંપનીઓના રેવન્યુ મોડેલ પર નથી જવું કે પછી એની કમાણી કેવી રીતે થાય છે એની ચર્ચા નથી કરવી, કરવી પણ ન જોઈએ. ગામનો રોટલો કેટલાં ટપકાંથી બન્યો એ નથી જાણવાનું પણ જાણવાનું એ છે કે તમે કેવી રીતે તમારો રોટલો મોટો કરશો અને કેવી રીતે તમે તમારું ભવિષ્ય વધારે ઉજ્જવળ કરશો. ફેસબુક આજે જીવનનું અવિભાજ્ય અંગ બની ગયું છે. ગૂગલ હોવું એ જાણે કે તમારો જન્મસિદ્ધ અધિકાર હોય એવું લાગવા માંડ્યું છે અને આ બન્યું પણ એવી રીતે, જાણે કે એના વિનાની દુનિયા હોય જ નહીં.


આ પણ વાંચો : કૉલમઃમારો મત, મારો હક : મત વેચવો છે કે પછી અંતરાત્મા અકબંધ રાખવો છે?

આની માટે દૃષ્ટિ જોઈએ, અને આ દૃષ્ટિ હશે તો જ તમે આગળ આવી શકશો એ પણ આજના સમયમાં સ્વીકારવું પડશે. જો સ્વીકારની ભાવના નહીં હોય તો તમે આજે પણ દુકાનમાં બેસીને અઢીસો દાળ અને પાંચસો ચોખા જ વેચતાં રહેશો કે પછી નોકરીએ જઈને આઠ ક્લાકની ડ્યુટી વિશે જ વિચાર્યા કરશો, પણ જો દૃષ્ટિ કેળવશો તો તેવો તબક્કો આવશે કે તમારી આવશ્યકતા દુનિયાને સમજાશે અને પછી એ જન્મસિદ્ધ અધિકાર બનશે. માગ્યા વિના આપવાનું છે અને માગ્યા વિના જ તમારે ફેરફારો કરતાં જવાના છે. ગૂગલે પાંચ ફિચર્સ નવા ઍડ કરી દીધાં, એવાં પાંચ ફિચર્સ જેનું મહત્વ નહોતું પણ આ ફિચર્સ હટાવી દેવા જોઈએ એવું ગૂગલને કોઈ કહેવા નહોતું ગયું પણ કંપની પોતે આ બધું જોયા કરે છે અને જે ફિચર્સની આવશ્યકતા નથી કે પછી વગર કારણ વિના પડ્યા રહ્યા હોય એવું કંપનીને લાગે છે એટલે એ તરત જ ચેન્જ કરી નાખે છે. અમારા યુઝર્સને તકલીફ ન પડવી જોઈએ. કદાચ આવી જ માનસિકતા રાખી હશે તેમણે. ફેસબુક પણ આ જ કામ કરે છે અને સતત કર્યા કરે છે. બધું મફતમાં આપેલું છે અને એ પછી પણ તમને તકલીફ ન પડે, યુઝર્સે હેરાન ન થવું પડે એવી ભાવનાના કારણે જ આજે એ પરિસ્થિતિ છે કે ફેસબુક અને ગૂગલને હંફાવનારાઓ પણ રહ્યા નથી. કોઈ પ્રક્રિયા એક વખત ઓટો મોડ પર આવી જાય એટલે એને ભૂલી જવી એ હકીકતમાં પ્રોફેશનલ ક્રાઇમ છે. તમારે એ પછી પણ એમાં સતત મચ્યા રહેવાનું હોય અને વધુને વધુ સારું કામ કરતાં જવાનું હોય. પહેલાં સર્ચ એન્જિનમાં એક યાહૂ જ હતું પણ એણે એન્જિન બનાવીને મૂકી દીધું અને મુકાયેલી આ વાતને ગૂગલે પકડી. પકડી તે એવી પકડી કે યાહૂનું નામોનિશાન પણ ખતમ થઈ ગયું.


Whatsapp-channel Whatsapp-channel

11 April, 2019 10:02 AM IST | | મનોજ નવનીત જોષી

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK