Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > નાકમાં સિક્કો ઘુસાડીને ભૂલી ગયા પછી શું થયું જાણો છો?

નાકમાં સિક્કો ઘુસાડીને ભૂલી ગયા પછી શું થયું જાણો છો?

30 November, 2020 08:04 AM IST | Russia
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાકમાં સિક્કો ઘુસાડીને ભૂલી ગયા પછી શું થયું જાણો છો?

નાકમાં સિક્કો ઘુસાડીને ભૂલી ગયા પછી શું થયું જાણો છો?


રશિયામાં ૫૯ વર્ષનો એક માણસ જમણા નસકોરાથી શ્વાસ લેવાની તકલીફ સાથે ડૉક્ટર પાસે પહોંચ્યો. ડૉક્ટરે તેના નસકોરાનું સ્કૅનિંગ કર્યું તો એમાં બ્લૉકેજ જણાયું. તબીબી ભાષામાં સિક્કાની આસપાસ રાઇનોલિથ્સ (નસકોરામાં પથ્થર)નું ગઠન થયું હતું, જેને કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. જોકે ડૉક્ટરોએ ઍન્ડોસ્કોપી કરીને આ બ્લૉકેજ દૂર કર્યું તો એ લગભગ ૫૦ વર્ષ પહેલાંના સમયનો રશિયન ચલણનો સિક્કો નીકળ્યો.

વાસ્તવમાં વાત એમ હતી કે તે જ્યારે ૬ વર્ષનો હતો ત્યારે તેણે તેના નાકમાં કોઈક ધાતુનો ટુકડો નાખી દીધો હતો. જોકે ઠપકો મળવાના ડરથી તેણે આ વાત મમ્મીને કહી જ નહોતી. મજાની વાત તો એ છે કે પછીથી જીવનની દોડધામમાં આ વાત સાવ જ વીસરાઈ ગઈ. પાંચ દાયકા બાદ જ્યારે તેને નાકથી શ્વાસ લેવાની તકલીફ પડી તો ડૉક્ટર પાસે પહોંચ્યા પછી ભુલાયેલી વાત તાજી થઈ.


Whatsapp-channel Whatsapp-channel

30 November, 2020 08:04 AM IST | Russia | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK