Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મમતા Vs CBI: કોલકાતા પોલીસે CBI જોઈન્ટ ડાયરેક્ટરને મોકલ્યા સમન્સ

મમતા Vs CBI: કોલકાતા પોલીસે CBI જોઈન્ટ ડાયરેક્ટરને મોકલ્યા સમન્સ

04 February, 2019 04:28 PM IST | કોલકાતા

મમતા Vs CBI: કોલકાતા પોલીસે CBI જોઈન્ટ ડાયરેક્ટરને મોકલ્યા સમન્સ

મમતા બેનર્જી આજે ધરણા સ્થળ પરથી જ કેબિનેટ ચલાવી રહ્યા છે.

મમતા બેનર્જી આજે ધરણા સ્થળ પરથી જ કેબિનેટ ચલાવી રહ્યા છે.


લોકસભા ચૂંટણી પહેલા દેશમાં રાજકીય ઘટનાક્રમ ઝડપથી બદલાઈ રહ્યો છે. એકવાર ફરી આ ઘટનાક્રમના કેન્દ્રમાં સીબીઆઇ છે. રવિવારે સાંજે કોલકાતાના પોલીસ કમિશ્નર રાજીવ કુમારના ઘરે દરોડા મારવા પહોંચેલી સીબીઆઇની ટીમના ઓફિસરોને કોલકાતાની પોલીસે જ અરેસ્ટ કરી લીધા. ત્યારબાદથી જ મોદી સરકારના વિરોધમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ધરણા પર બેઠા છે. મમતા બેનર્જી ધરણા સ્થળ પર બેસીને જ કેબિનેટની બેઠક કરી, જ્યાં તેઓ સતત ફાઇલો સાઇન કરી રહ્યા છે.

કોલકાતા પોલીસ અને સીબીઆઇની વચ્ચે મામલો ફસાઈ રહ્યો છે. સોમવારે બપોરે કોલકાતા પોલીસે સીબીઆઇના જોઇન્ટ ડાયરેક્ટર પંકજ શ્રીવાસ્તવને સમન્સ મોકલ્યા છે. પોલીસે તેમના પર કેસને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે. બીજી બાજુ રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ ગૃહ મંત્રાલયને પોતાનો રિપોર્ટ સોંપ્યો છે. 



ધરણા સ્થળ પરથી એકવાર ફરી મમતાએ મોદી સરકાર પર હલ્લાબોલ કર્યું. મમતાએ કહ્યું કે તેમના આ ધરણા 8 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે, તે પછી પણ ધરણા ચાલુ રહેશે પરંતુ માઇકનો ઉપયોગ નહીં થાય. કારણકે, 8 ફેબ્રુઆરીથી રાજ્યમાં બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. મમતા બેનર્જીએ કહ્યું કે લોકતંત્રને ખતમ કરવામાં આવી રહ્યું છે, જો તમે બીજેપીનો વિરોધ કરો તો તેઓ એજન્સીનો ઉપયોગ કરે છે. તેમણે કહ્યું કે અમે લોકો ઝુકીશું નહીં, સારું કામ અહીંયાથી જ ચાલુ રહેશે.


ખાસ વાત એ પણ છે કે આજે જ પશ્ચિમ બંગાળનું બજેટ પણ રજૂ થવાનું છે. મમતા બેનર્જીએ ધરણા સ્થળ પરથી જ વિધાનસભા સત્રને સંબોધિત કરી. તેમણે કહ્યું કે અમે અમારા કાર્યકાળમાં ખેડૂતો માટે ઘણું કામ કર્યું છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર ખેડૂતોને ખોટા વાયદાઓ કરી રહી છે. મમતા બેનર્જીની સાથે તેમની આખી કેબિનેટ ધરણા સ્થળ પર હાજર છે. મુખ્યમંત્રી ઓફિસના તમામ ઓફિસર્સ ધરણા સ્થળ પર જ છે. મમતા બેનર્જી સ્ટેજ પરથી જ તમામ કામ કરી રહી છે અને ફાઇલો સાઇન કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે સવારે ગૃહમંત્રી રાજનાથ સિંહે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી સાથે વાત કરી છે. ત્યારબાદ રાજ્યપાલે ચીફ સેક્રેટરી અને ડીજીપીને સમન્સ કર્યા છે. હવે જણાવવામાં આવી રહ્યું છે કે ગૃહ મંત્રાલયે આ આખા મામલે પશ્ચિમ બંગાળની મમતા સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. ગૃહ મંત્રાલયે તપાસમાં વિઘ્નો લાવવા પર IPS ઓફિસરની ભૂમિકા પર સવાલો ઊભા કર્યા છે.


આ પણ વાંચો: CBI Vs મમતા: સંસદમાં હોબાળો, વિપક્ષના આરોપોનો રાજનાથે આપ્યો જવાબ

મમતા બેનર્જીના આ ધરણા આજે વિપક્ષીય તાકાતની એકતા દર્શાવવાનું મંચ પણ બનશે. આ ઉપરાંત, ટીએમસીના કાર્યકર્તા બંગાળના ઘણા હિસ્સાઓમાં મોદી સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. ટીએમસી કાર્યકર્તાઓ દ્વારા નેશનલ હાઈવેને બ્લોક કરી દેવામાં આવ્યો છે. કોલકાતામાં સીબીઆઇની ઓફિસની અંદર સેન્ટ્રલ ફોર્સ તહેનાત કરવામાં આવી છે, જ્યારે ઓફિસની બહાર કોલકાતાની પોલીસ તહેનાત છે.

Whatsapp-channel Whatsapp-channel

04 February, 2019 04:28 PM IST | કોલકાતા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK