LPGના ગ્રાહકો માટે કેવાયસી ફૉર્મની મુદત ૧૫ નવેમ્બર સુધી લંબાવાઈ

Published: 31st October, 2012 04:52 IST

એલપીજીના ગ્રાહકો માટે નો યૉર કસ્ટમર (કેવાયસી) ફૉર્મ ભરવાની મુદત સરકારે લંબાવીને ૧૫ નવેમ્બર કરી છે.

એક કરતાં વધુ કે ભૂતિયાં કનેક્શનો પર અંકુશ મેળવવા માટે સરકારી ઑઇલ કંપનીઓ એના ડિસ્ટ્રિબ્યુટરોને તમામ ગ્રાહકો પાસે ૩૧ ઑક્ટોબર સુધી ફરજિયાત રીતે આ ફૉર્મ ભરાવવા માટે કહ્યું હતું. ગયા મહિને કેન્દ્ર સરકારે ઘરદીઠ માત્ર છ જેટલાં જ સબસિડીવાળાં ગૅસ-સિલિન્ડરો આપવાનો આદેશ આપ્યો હતો. તેથી એક જ સરનામા પર એક કરતાં વધુ કનેક્શન આપ્યાં હોય તો એ રદ કરવા માટે આ ફૉર્મ ભરવા માટે જણાવ્યું હતું. કેવાયસી ફૉર્મમાં ગ્રાહકનું નામ, તેની જન્મતારીખ, પિતાનું નામ, પત્નીનું નામ તેમ જ ઘરનું પૂરું સરનામું પિન-કોડ નંબર સાથે આપવાનું હોય છે. બૅન્ક-અકાઉન્ટની વિગતો આપવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. એલપીજી કનેક્શન પરિવારના સભ્યોના નામ પર ટ્રાન્સફર કરાવવું હશે તો કનેક્શન ધરાવતી વ્યક્તિ જીવતી હોય ત્યારે પણ કરી શકાય છે.

એલપીજી = લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK