Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગીરના જંગલની અનોખી પ્રેમ કહાની, રેશ્માનો દિવાનો છે રાહુલ

ગીરના જંગલની અનોખી પ્રેમ કહાની, રેશ્માનો દિવાનો છે રાહુલ

15 February, 2019 06:10 PM IST |
દીર્ધ મીડિયા ન્યૂઝ એજન્સી

ગીરના જંગલની અનોખી પ્રેમ કહાની, રેશ્માનો દિવાનો છે રાહુલ

ગીરના જંગલની અનોખી પ્રેમ કહાની, રેશ્માનો દિવાનો છે રાહુલ


વેલેન્ટાઈન માણસો ને જ પ્રેમ નો અહેસાસ કરાવે તેવું નથી. જંગલના રાજા સિંહો પણ લવ સ્ટોરી માટે મશહુર છે અને અનેક યાદગાર કિસ્સા આજે ગીરમાં પ્રચલિત છે.અને લોક મુખે છે ત્યારે સાવરકુંડલા,ખાંભા, લીલીયા બૃહદ ગીર ના સાવજોની લવ સ્ટોરી પણ મશહુર છે. અહીં સાવરકુંડલાના જુનાસાવરની શેત્રુંજી નદી વટો તો લીલીયા બૃહદ ગીર વિસ્તાર લાગુ પડે તેમ મીતીયાળા અભ્યારણ પશ્ચિમ દિશામાં પૂરું થાય તો ખાંભાનું જંગલ લાગુ પડે તેમજ કુંડલાનો થોરડી વિસ્તાર મુકીએ તો રાજુલા બૃહદ ગીર વિસ્તાર ચાલુ થાય તે તમામ બોર્ડરના સાવજો ની લવસ્ટોરી સમજવા જેવી છે.

સામાન્ય રીતે સાવજોને એક મેકથી ઓછુ બનતું હોય પરંતુ આ સાવજો ગીર ના બદલે રેવન્યુ વિસ્તારમાં રહી રહી ને માનવીઓ જેવી આદત ધરાવવા લાગ્યા છે. સરહદો તેની ટેરેટરી તેની રેખાઓ ઓળંગે તો જગડવાના બદલે સાથે મારણ ખાઈ રહ્યા હોય નું હાલનું જ વાતાવરણ છે. જે નજરે જોનારા સિંહના અધ્યન કાર સુભાષ સોલંકી જણાવે છે ત્યારે અહી સિંહો ની પ્રેમ કહાનીના મશહુર કિસ્સા અનેક છે. અહી આંબરડી, અભરામપરા વિસ્તાર બગોયા તેમજ વાંકિયા વિસ્તારમાં એક સિંહ-સિંહણની જોડી છે. જે સિંહ નું નામ રાહુલિયો અને રેશમા નામક સિંહણ છે. આ બને સિંહોની દોસ્તી તેનો પ્રેમ પણ મશહુર છે અને આસપાસના લોકો માં હોટ ફેવરીટ છે. બંને આ રેશમા નામક સિંહણ અને રાહુલિયો નામક સિંહ સાથે જ હોય છે.જયારે આંબરડી, બગોયા, મીતીયાળા આસપાસ આ જોડી હરતી ફરતી હોય છે. આમાં બંનેની સામ્યતા એ છે કે જયારે વાડી વિસ્તારો માં ખેડૂતો, માલધારીઓને ત્રાડો કે ગર્જના સંભળાય તો સમજી લેવાનું કે રાહુલ નામના સિંહે મારણ કર્યું છે અને તે રેશમાને ખાવા બોલાવી રહ્યો છે. અને થોડા જ કલાકોમાં લોકો ને ખ્યાલ આવી જાય છે સાચે જ અહી આસપાસ મારણ થયું છે.



રાહુલિયો જ રેશમાને બોલાવતો હતો ત્યારે ખેતરોમાં સીમમાં રોડ રસ્તા પર આ બંને સાથે જ હોય છે અને ખાસ તો લવ જેહાદ નો કિસ્સો આ બંનેમાં સામે આવ્યો છે. અહી મીતીયાળા, બગોયા આસપાસ લઘુમતી મુસ્લિમ સમાજ ના લોકો ખેતી તેમજ પશુ પાલન સાથે જોડાયેલા છે. જેથી અહી વસતા લોકો એ આ સિંહણ નું નામ રેશ્મા પાડેલું અને રોજ બરોજના નાતા વાળી આ સિંહણ ને રેશ્મા કહેતા ત્યારે આ સિંહ આંબરડી આસપાસનો હતો જેથી અહીંના ખેડૂત તેમજ માલધારીઓએ રાહુલિયો નામ પાડેલું અને તેને રાહુલના નામથી સંબોધન કરતા. માલઢોરનું એમ આ સિંહ અને સિંહણ વર્ષો પહેલા જયારે લવ જેહાદનું બીજ રોપાણું હતું. એક બીજાના સંપર્ક માં આવ્યા હતા. જેથી મુસ્લિમ વસ્તી ધરાવતા ગામની સિંહણ અને હિંદુ ગામની વસ્તી ધરાવતા સિંહ હોવાથી લવ જેહાદની જોડી હોવાનું અહીંના સ્થાનિક રાજકારણીઓ કહેતા.


 

આ પણ વાંચો: જાણો કેમ વિદેશી યુવકે આપ્યા વાળ કાપવાના 30,000 રુપિયા


 

બંને ગામના લોકો ભેગા થઇ સુવાણું કરતા હસતા બોલતા મજાક કરતા ત્યારે હાલ ઉમરના આંગણે આવી ચડેલા આ લવ જેહાદ વાળી સિંહ - સિંહણની જોડી રેશ્મા અને રાહુલિયો જગ મશહૂર છે. ક્યારેક થોરડીથી ખાંબાના રોડ પર જોડી રોડ પર બેસેલી જોવા મળે કે જેમાં ભૂલથી કોક વાહન રેશ્મા તરફ ગાજે તો આજે પણ આ રાહુલિયો તે વાહન વાળાને પરસેવો પાડી દે છે. ત્યારે આ જોડી છેક થોરડી, આંબરડી, બગોયા ગિણીયા, ડાઢીયાળી સહીત ના બહુ મોટા વિસ્તાર માં આજે ફરી રહી છે અને આ સમગ્ર એરિયામાં તેની ધાક છે અને સતત સાથે રહેતા હોવાથી તેની જોડી પણ મશહુર છે તેઓનો પ્રેમ પણ હાલ લોકો ના મુખે છે. અને અહી આસપાસના વિસ્તારોના તમામ સિંહ તેમની એટલે કે આ લવ જેહાદની જોડી રાહુલિયો અને રેશ્માની દેન છે તેમના બાળકો છે

Whatsapp-channel Whatsapp-channel

15 February, 2019 06:10 PM IST | | દીર્ધ મીડિયા ન્યૂઝ એજન્સી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK