બ્રિટનની ભાવિ ક્વીનની ટૉપલેસ તસવીરો ફ્રેન્ચ મૅગેઝિને છાપી દીધી

Published: 15th September, 2012 07:51 IST

પ્રિન્સ વિલિયમની પત્ની કેટ મિડલટનના સેમી ન્યુડ ફોટા પ્રકાશિત કરવા બદલ રૉયલ ફૅમિલીએ કાનૂની પગલાં ભરવાની ધમકી આપી
બ્રિટનના પ્રિન્સ વિલિયમની પત્ની અને બ્રિટનની ભાવિ રાણી કેટ મિડલટનની ટૉપલેસ તસવીરો એક ફ્રેન્ચ મૅગેઝિને પ્રકાશિત કરી દેતાં રૉયલ ફૅમિલીમાં ખળભળાટ મચી ગયો છે. ‘ક્લોઝર’ નામના સેલિબ્રિટી મૅગેઝિનના કવરપેજ પર જ ૩૦ વર્ષની કેટ તથા વિલિયમની તસવીરો છાપવામાં આવી છે. આ કપલ ગયા સપ્તાહે ફ્રાન્સમાં રજાઓ ગાળી રહ્યું હતું ત્યારે તેમની આ તસવીરો લેવામાં આવી હતી.

મૅગેઝિને કપલની કુલ ચાર તસવીરો છાપી છે. મૅગેઝિને ‘જુઓ, ઇંગ્લૅન્ડની ભાવિ રાણીની આ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય અને ક્યારેય તમને જોવા નહીં મળે’ એવા ટાઇટલ હેઠળ આ તસવીરો પ્રકાશિત કરી હતી. બ્રિટનની રૉયલ ફૅમિલીએ કાનૂની પગલાં ભરવાની ધમકી આપી છે. વિલિયમ અને કેટ અત્યારે એશિયા-પૅસિફિક દેશોના પ્રવાસે છે. રૉયલ ફૅમિલીએ આ તસવીરો છાપવા બદલ મૅગેઝિનની ટીકા કરતાં કહ્યું હતું કે આ પગલું તદ્દન ગેરવાજબી છે અને મૅગેઝિને તેની હદ ઓળંગી છે. રૉયલ ફૅમિલીનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે મૅગેઝિન સામે પગલાં ભરવા માટે લીગલ એક્સપર્ટની સલાહ લેવામાં આવી રહી છે. એવું પણ કહેવાય છે કે અગાઉ આ તસવીરો કેટલાંક બ્રિટિશ અખબારોને ઑફર કરવામાં આવી હતી, પણ આ અખબારોએ એ છાપવાનો ઇનકાર કરી દીધો હતો. હજી ગયા મહિને જ કેટલાંક અખબારોમાં બ્રિટનના પ્રિન્સ હૅરીની સેમી ન્યુડ તસવીરો છાપવામાં આવતાં આવો જ હોબાળો મચ્યો હતો.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK