ફોન કરનારા શખ્સે રાજીવને કહ્યું હતું કે ‘મને તારી પત્ની હેમા ઠક્કરની હત્યાની સોપારી મળી છે. જો તું તારી પત્નીને જીવતી જોવા માગતો હોય તો તારે દસ લાખ રૂપિયા આપવા પડશે.’ આ પ્રકારના ફોનકૉલ બાદ રાજીવે તરત જ પોલીસને જાણ કરી હતી. રાજીવ ઠક્કરને આરોપીઓએ રાત્રે અગિયાર વાગ્યે પૈસા સાથે બાંદરા (ઈસ્ટ)માં આવેલા કોલગેટ ગ્રાઉન્ડ પર બોલાવ્યો હતો. આરોપીઓ એક બાઇક પર ત્યાં આવ્યા ત્યારે ત્યાં સાદા વેશમાં નજીકમાં છુપાયેલી પોલીસે તેમની ધરપકડ કરી હતી. ત્યાર બાદ ખબર પડી હતી કે બન્ને આરોપીઓમાંથી મનોજ વિશ્વકર્મા નામનો ૨૩ વર્ષનો યુવક રાજીવ ઠક્કરના ઘરે સુથારીકામ કરી ચૂક્યો હતો અને તે રાજીવની આર્થિક સ્થિતિથી વાકેફ હોવાથી તેણે લાભ ઉઠાવવાનું નક્કી કર્યું હતું. આરોપીઓની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોવાથી ઝડપથી પૈસા કમાવા માટે તેમણે આ માર્ગ અપનાવ્યો હતો.
ઘરની બહાર દોડી ગયેલા લોહીલુહાણ પિતાને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા
7th March, 2021 09:27 ISTગીરના જંગલનો ચોંકાવનારો આંકડો આવ્યો સામે, 2 વર્ષમાં ૩૧૩ સાવજનાં મોત
6th March, 2021 13:03 ISTમાસ્ક ન પહેરનારા લોકો પાસેથી પૈસા વસૂલ કરતા બનાવટી પોલીસની ધરપકડ
6th March, 2021 09:09 ISTમુંબઈ: વીજદરમાં આવતા એક વર્ષ સુધી 1થી 2 ટકાનો ઘટાડો
5th March, 2021 09:41 IST