Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રામ જેઠમલાણીનો રાજ્યસભામાં ધડાકો

રામ જેઠમલાણીનો રાજ્યસભામાં ધડાકો

30 December, 2011 05:30 AM IST |

રામ જેઠમલાણીનો રાજ્યસભામાં ધડાકો

રામ જેઠમલાણીનો રાજ્યસભામાં ધડાકો






જાણીતા ધારાશાસ્ત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સભ્ય રામ જેઠમલાણીએ લોકપાલ બિલના મુદ્દે રાજ્યસભામાં ચાલી રહેલી ચર્ચામાં બ્લૅક મનીને મુદ્દે કમેન્ટ કરી હતી કે સ્વિસ બૅન્કમાં કાળું નાણું ધરાવતી વ્યક્તિઓની યાદીમાં ભારતના એક ભૂતપૂર્વ વડા પ્રધાનનું પણ નામ હતું. તેમની આ ટિપ્પણીને કારણે રાજ્યસભામાં ઊહાપોહ મચી ગયો હતો.  રાજ્યસભામાં લોકપાલ બિલના મુદ્દે ચર્ચા કરતાં રામ જેઠમલાણીએ ૧૯૯૧માં પબ્લિશ થયેલા એક યુરોપિયન મૅગેઝિનનો સંદર્ભ આપીને આ કમેન્ટ કરી હતી. રામ જેઠમલાણીની આ કમેન્ટ સામે મણિશંકર ઐયરના વડપણ હેઠળ કૉન્ગ્રેસે ભારે વિરોધ નોંધાવ્યો હતો. રામ જેઠમલાણીએ આ મુદ્દે વધારે વાત કરતાં કહ્યું હતું કે ‘જર્મન સરકારે સ્વિસ બૅન્કના ખાતેદારોનાં નામ મેળવ્યાં છે અને તે આ નામ મિત્રરાષ્ટ્રો સાથે વહેંચવા તૈયાર છે. આ સિવાય અમેરિકા અને ફ્રાન્સે પણ સ્વિસ બૅન્કમાં અકાઉન્ટ ધરાવતા તેમના ખાતેદારોનાં નામ મેળવ્યાં છે, પણ ભારતે ખાસ પ્રોટોકૉલ સાઇન કર્યો હોવાથી એને આ વિશેની માત્ર ભવિષ્યની માહિતી મળી શકશે, ભૂતકાળની નહીં. સ્વિટ્્ઝરલૅન્ડ સાથે કરેલા કરાર પ્રમાણે ભારતે એનો ભૂતકાળને લગતી માહિતી મેળવવાનો હક પડતો મૂક્યો છે. હવે દેશમાં ભ્રષ્ટાચારની હાલત આટલી બધી કથળી ગઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી કોઈ સંજોગોમાં આ નબળા લોકપાલને ટેકો આપી ન શકે.

Whatsapp-channel Whatsapp-channel

30 December, 2011 05:30 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK