Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > કાંદાએ પાકિસ્તાનીઓને રડાવ્યાઃ કિલોનો ભાવ 100 રૂપિયાને પાર

કાંદાએ પાકિસ્તાનીઓને રડાવ્યાઃ કિલોનો ભાવ 100 રૂપિયાને પાર

09 October, 2019 02:21 PM IST | ઇસ્લામાબાદ

કાંદાએ પાકિસ્તાનીઓને રડાવ્યાઃ કિલોનો ભાવ 100 રૂપિયાને પાર

કાંદા

કાંદા


કાંદાના ભાવ પાકિસ્તાનના લોકોને રાતા પાણીએ રડાવી રહ્યા છે. અહીં તેના ભાવ એક કિલોના ૧૦૦ રૂપિયા સુધી પહોંચી ગયા છે. પાકિસ્તાનના મીડિયામાં પ્રકાશિત એક અહેવાલમાં કહેવાયું છે કે સંબંધિત વિભાગ અને વ્યાપાર મંત્રાલયની ખોટી નીતિઓના કારણે પાકિસ્તાનમાં કાંદાના ભાવ નેવું રૂપિયાથી ૧૦૦ રૂપિયા સુધી પહોંચી ગયા છે. રિપોર્ટમાં કહેવાયું છે કે વરસાદના કારણે બલુચિસ્તાન અને સિંધમાં કાંદાના પાકને ખૂબ નુકસાન થવા છતાં તેની નિકાસ પહેલાની જેમ જ ચાલુ છે. એક બાજુ દેશી કાંદા બહાર મોકલવામાં આવી રહ્યા છે જ્યારે સ્થાનિક માગણી પૂરી કરવા માટે અફઘાનિસ્તાન અને ઈરાનના કાંદા દેશની બજારોમાં વેચાઈ રહ્યા હતા.

આ પણ વાંચો : અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટર્કીને ધમકી આપી...



રિપોર્ટમાં કહેવાયું છે કે કાંદાના વેપારીઓનું કહેવું છે કે હવે આ દેશોમાંથી કાંદાની આયાત રોકી દેવામાં આવી છે. જ્યારે દેશી કાંદાની નિકાસ ધડાધડ ચાલુ છે. જેના કારણે કાંદાના ભાવ જે પહેલાં કરતાં વધુ હતા તે હવે વીસ રૂપિયા પ્રતિ કિલો સુધી વધી ગયા અને એક કિલો કાંદાની કિંમત સો રૂપિયા સુધી પહોંચી ગઈ.


Whatsapp-channel Whatsapp-channel

09 October, 2019 02:21 PM IST | ઇસ્લામાબાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK