Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઇન્ટરનૅશનલ મેન્સ ડે નિમિત્તે આજે CSTમાં સહીઝુંબેશ

ઇન્ટરનૅશનલ મેન્સ ડે નિમિત્તે આજે CSTમાં સહીઝુંબેશ

19 November, 2014 05:46 AM IST |

ઇન્ટરનૅશનલ મેન્સ ડે નિમિત્તે આજે CSTમાં સહીઝુંબેશ

ઇન્ટરનૅશનલ મેન્સ ડે નિમિત્તે આજે CSTમાં સહીઝુંબેશ



mans-day



આજે ઇન્ટરનૅશનલ મેન્સ ડે નિમિત્તે CSTમાં સેવ ઇન્ડિયન ફૅમિલી અને બિનસરકારી સંગઠન વાસ્તવ ફાઉન્ડેશનના ઉપક્રમે સિગ્નેચર કૅમ્પેનનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતમાં હાલમાં મહિલાઓ અને બાળકો માટે ખાસ મિનિસ્ટ્રી છે અને તેમની સલામતી માટે કાયદા બનાવાય છે, પણ પુરુષોને સલામતી આપતા કાયદાનો અભાવ છે અને સંસદ જે કાયદા ઘડી રહી છે એમાં પણ મહિલાઓની તરફેણ કરવામાં આવે છે. આથી આવા કાયદાની લોકોને જાણકારી આપવા અને સરકાર પુરુષોની સલામતી માટે પણ કાયદા બનાવે એવી માગણી માટે સિગ્નેચરો લેવામાં આવશે.

સિગ્નેચર કૅમ્પેન વિશે જાણકારી આપતાં વાસ્તવ ફાઉન્ડેશનના સેક્રેટરી હુસેન અલીએ કહ્યું હતું કે ‘સવારે ૧૦થી સાંજે છ વાગ્યા સુધી CSTમાં અમે સ્ટૉલ લગાવીશું અને એમાં સંસદમાં બનાવવામાં આવનારા પુરુષવિરોધી કાયદા સામે લોકોની સહીઓ એકઠી કરીશું. પુરુષોની હેરાનગતિ કરતા કાયદા વિશે અમે માહિતી આપીને એવા કેસમાં કેવી રીતે લડવું એની જાણકારી પણ આપીશું. એક પુરુષ સામે જ્યારે કેસ થાય છે ત્યારે તેના પરિવારને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને એથી અમે આ વિશે લોકોને જાગૃત કરીશું.’

૪૯૮નો વિરોધ કરવા અનોખા ફોન-નંબર


ભારતમાં મહિલાઓ જો કોઈ પણ પુરુષ સામે ક્રિમિનલ લૉ ૪૯૮ હેઠળ કેસ કરે તો પોલીસ આ પુરુષ સામે કાર્યવાહી કરે છે. પહેલાં તો ફરિયાદ થતાંની સાથે પુરુષની ધરપકડ થતી હતી, પણ હવે સુપ્રીમ કોર્ટે આ કાયદાને લીગલ ટેરરિઝમનું નામ આપીને તપાસ કર્યા વિના પુરુષ સામે પગલાં લેવાની મનાઈ કરી છે એથી થોડી રાહત થઈ છે. પણ આ કાયદાનો વિરોધ કરવા માટે વાસ્તવ ફાઉન્ડેશને એના તમામ પદાધિકારી, તેમના માટે કામ કરતા લોકો અને હેલ્પલાઇનના મોબાઇલ-નંબર એવા રાખ્યા છે જેમાં છેલ્લે 498 આવે છે. તેમની હેલ્પલાઇનના નંબરો 84240 26498, 84240 27498, 84240 28498, 84240 29498 અને 84240 30498 છે.


Whatsapp-channel Whatsapp-channel

19 November, 2014 05:46 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK