Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સ્વદેશી એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલનું સફળ પરીક્ષણ, જુઓ વીડિયો

સ્વદેશી એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલનું સફળ પરીક્ષણ, જુઓ વીડિયો

01 October, 2020 08:52 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

સ્વદેશી એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલનું સફળ પરીક્ષણ, જુઓ વીડિયો

સ્વદેશી એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલનું સફળ પરીક્ષણ, જુઓ વીડિયો

સ્વદેશી એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલનું સફળ પરીક્ષણ, જુઓ વીડિયો


ગુરુવારે દેશમાં વિકસિત લેઝર ગાઇડેડ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ (ATGM)નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. મિસાઇલનું આ પરીક્ષણ લાંબા અંતરે સ્થિત નિશાન પર કરવામાં આવ્યું છે, જેને મિસાઇલ સફળતાથી પાર પાડ્યો છે.

આ પરીક્ષણ અહમદનગરમાં સ્થિત કેકે રેન્જમાં એમબીટી અર્જુન દ્વારા કરવામાં આવ્યું હતું. આ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલનું પરીક્ષણ 22 સપ્ટેમ્બરના થયેસા સફળ ટ્રાયલને જાળવી રાખતાં કરવામાં આવ્યું. સફળ પરીક્ષણ પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે રક્ષા અનુસંધાન અને વિકાર સંગઠન (DRDO)ને વધામણી આપી છે.



એક અધિકારીએ જણાવ્યું કે મિસાઇલનું છેલ્લા દસ દિવસમાં બીજું પરીક્ષણ સફળ પરીક્ષણ હતું. આ મિસાઇલની રેન્જ પાંચ કિલોમીટર સુધીની છે. રક્ષા મંત્રાલયે નિવેદન જાહેર કરીને કહ્યું કે, "એટીજીએમ વિસ્ફોટક પ્રતિક્રિયા બખ્તરથી સુરક્ષિત બખ્તરબંધ વાહનોને દોઢથી પાંચ કિલોમીટરની રેન્જમાં પરાજિત કરી શકે છે."



નિવેદન પ્રમાણે એટીજીએમને અનેક પ્લેટફૉર્મ પરથી લૉન્ચ કરવાની ક્ષમતા સાથે બનાવવામાં આવી છે અને વર્તમાનમાં એમબીટી અર્જુનના 120 એમએમ રાઇફલથી આ મિસાઇલનું ટેક્નિકલ પરીક્ષણ ચાલુ છે. અર્જુન ડીઆરડીઓ તરફથી વિકસિત ત્રીજી પેઢીનું મુખ્ય યુદ્ધક ટેન્ક છે.

આ પહેલા બુધવારે ભારતે ઓરિસ્સામાં બાલાસોર સ્થિત એકીકૃત પ્રક્ષેપણ સ્થળથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલના એક નવા સંસ્કરણનું સફળ પરીક્ષણ કર્યું હતું. આની મારક ક્ષમતા લગભગ 400 કિલોમીટર સુધીની છે.

Whatsapp-channel Whatsapp-channel

01 October, 2020 08:52 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK