Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પત્નીની બર્થડેમાં હસબન્ડે ઍમેઝૉનના પૅકેજ જેવી કેકની સરપ્રાઇઝ આપી

પત્નીની બર્થડેમાં હસબન્ડે ઍમેઝૉનના પૅકેજ જેવી કેકની સરપ્રાઇઝ આપી

29 July, 2019 08:07 AM IST | અમેરિકા

પત્નીની બર્થડેમાં હસબન્ડે ઍમેઝૉનના પૅકેજ જેવી કેકની સરપ્રાઇઝ આપી

હા, ભાઈ હા આ કેક જ છે

હા, ભાઈ હા આ કેક જ છે


અમેરિકાના નૉર્થ કૅરોલિનામાં રહેતા એમિલી મૅક‌ગ્યુઅરને તેની ૩૯મી બર્થડે પર અજીબ પ્રકારની કેકની સરપ્રાઇઝ મળી હતી. એમિલીને ઍમેઝૉન પરથી ખરીદી કરવાનો જબરો શોખ હતો. આએદિન તે ઍમેઝૉન પરથી શૉપિંગ કર્યા કરતી. વ્યવસાયે ફોટોગ્રાફર અને ત્રણ સંતાનોની મમ્મી એવી એમિલીની આ આદત અને પસંદને ધ્યાનમાં રાખીને તેના હસબન્ડે તેના માટે ખાસ કેક ઑર્ડર કરેલી. એ જોઈને પહેલાં તો ખુદ એમિલીને પર ખબર ન પડી કે આ કેક છે. ખાખી રંગના બૅક્સ પર હેપી બર્થડે લખ્યું હતું એટલું જ નહીં, એની પર બિલ ચોંટાડેલું હોય એમ ઝીણામાં ઝીણી તમામ વિગતો પણ હૂબહૂ પૅકિંગ જેવી જ છે. એમિલીને એમ જ લાગ્યું કે કદાચ ઍમેઝોન પરથી પતિએ કંઈક ખરીદીને તેના માટે ગિફ્ટ મંગાવી છે.

આ પણ વાંચોઃ આરોપીએ પોલીસને કહ્યું, ‘વૉન્ટેડ’ તરીકે મૂકેલી તસવીર કાઢીને આ મૂકો, એમાં બૅકહૅમ



જોકે તેને અડતાં જ ખબર પડી ગઈ કે આ કેક છે. અંદરથી ત્રણ લેયરના ચૉકલેટવાળી બટરક્રીમ કેકનું કટિંગ કરીને એમિલી બહુ ખુશ છે. પતિના ભરપૂર વખાણ કરતાં-કરતાં આ બહેને આ તસવીરો પોતાના ફેસબુક અકાઉન્ટ પર શૅર કરી છે. એ તસવીરોનું ડીટેઇલિંગ જોઈને વ્યુઅર્સને એ જાણવામાં રસ પડ્યો છે કે આ કેક તૈયાર કોણે કરી આપી?


Whatsapp-channel Whatsapp-channel

29 July, 2019 08:07 AM IST | અમેરિકા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK