હરિદ્વારમાં ભીષણ આગમાં બાબા રામદેવનું મેડિકલ સેન્ટર ખાખ

Published: Mar 24, 2020, 14:33 IST | Agencies | Haridwar

યોગગુરુ બાબા રામદેવના અત્રેના નિસર્ગોપચાર કેન્દ્રમાં ગઈ કાલે ભીષણ આગ લાગતાં કેન્દ્રનો નાશ થઈ ગયો છે.

આગમાં બાબા રામદેવનું મેડિકલ સેન્ટર ખાખ
આગમાં બાબા રામદેવનું મેડિકલ સેન્ટર ખાખ

યોગગુરુ બાબા રામદેવના અત્રેના નિસર્ગોપચાર કેન્દ્રમાં ગઈ કાલે ભીષણ આગ લાગતાં કેન્દ્રનો નાશ થઈ ગયો છે.

બાજુના જંગલમાં લાગેલી આગનો એક ઊડતો તણખો પડવાને કારણે અત્યાધુનિક નેચરલ હેલ્થ સેન્ટરમાં ભીષણ આગ લાગી હોવાનું મનાય છે.

આ સેન્ટર યોગગ્રામ આશ્રમમાં ૭૦ કરોડ રૂપિયાના ખર્ચે ૨૦૦૯માં બનાવવામાં આવ્યું હતું. બાબા રામદેવના પ્રવક્તા એસ. તિજારાવાલાએ કહ્યું કે આગને કારણે ઘણું નુકસાન થયું છે.

રામદેવના સહયોગી આચાર્ય બાલકૃષ્ણએ આગની જાણકારી ટ્વિટર પર આપી છે અને આગની જ્વાળાઓવાળો વિડિયો પણ શૅર કર્યો છે.

બનાવ નજરે જોનારાઓએ કહ્યું કે જંગલમાં લાગેલી આગને કારણે સેન્ટરમાં આગ લાગી હોવાની શક્યતાને નકારી શકાય નહીં, કારણ કે જંગલ વિસ્તાર અને યોગગ્રામ વચ્ચે બહુ અંતર નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK