Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > આઇબ્રો સેટ કરાવો અને નસીબ ચમકાવો

આઇબ્રો સેટ કરાવો અને નસીબ ચમકાવો

28 September, 2016 06:57 AM IST |

આઇબ્રો સેટ કરાવો અને નસીબ ચમકાવો

 આઇબ્રો સેટ કરાવો અને નસીબ ચમકાવો


eyebrow

હૉન્ગકૉન્ગમાં રહેતાં લી ચાઉ જિંગ નામનાં બહેનની વાત માનીએ તો એવું શક્ય છે. એ બહેન વ્યવસાયે તાલીમ પામેલાં ફેસ-રીડર છે. હવે તેમણે ફેસ-રીડિંગની પ્રાચીન ચાઇનીઝ વિદ્યાને એક ડગલું આગળ લઈ જઈને લોકોની આઇબ્રો સેટ કરવાના કામે લગાડી દીધી છે. તેઓ પોતાના ક્લાયન્ટના ચહેરાનો અભ્યાસ કરીને એને અનુરૂપ આઇબ્રો સેટ કરી આપે છે. તેમની દલીલ છે કે આમ કરવાથી તેમના ક્લાયન્ટના ચહેરા સાથે તેમનું નસીબ પણ ચમકી જશે, તેમને નોકરી-વ્યવસાયમાં પ્રગતિ મળશે અથવા તો પ્રેમસંબંધોમાં કોઈ તકલીફ હશે તો એ દૂર થશે અથવા તેમનાં ઇચ્છિત લક્ષ્યોની પ્રાપ્તિ થશે. તેમના સ્ત્રીગ્રાહકોની સંખ્યા જોતાં આ ટેક્નિક કારગત નીવડી રહી હોય એવું લાગે છે.


Whatsapp-channel Whatsapp-channel

28 September, 2016 06:57 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK