હિટ ઍન્ડ રન કેસની કાર્યવાહીમાં વિલંબ: સલમાન ખાન તથા મુંબઈ પોલીસને ર્કોટની શો-કૉઝ નોટિસ

Published: 4th December, 2012 05:44 IST

હિટ ઍન્ડ રન કેસની સુનાવણીની પાંચ વર્ષ પાછળ ઠેલવા બદલ ગઈ કાલે બાંદરા ર્કોટે બૉલીવુડ-ઍક્ટર સલમાન ખાન તથા મુંબઈ પોલીસને શો-કૉઝ નોટિસ પાઠવી છે. ગયા મહિને વકીલ આભા સિંહે સલમાન ખાન કઈ રીતે મુંબઈ પોલીસની મદદથી કેસની કાર્યવાહીમાં મોડું કરી રહ્યો હોવાનો સંપૂર્ણ અહેવાલ મિડિયા સમક્ષ જાહેર કર્યો હતો તેમ જ ર્કોટમાં આ વિશે પિટિશન પણ દાખલ કરી હતી.



સોમવારે બાંદરાની ઍડિશનલ ચીફ મેટ્રોપૉલિટન ર્કોટે સલમાન ખાનને ૨૭ ડિસેમ્બરે ર્કોટમાં હાજર રહેવા માટે બાંદરા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ઑફ પોલીસ-સ્ટેશન દ્વારા નોટિસ પાઠવી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK