હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટમાં ગુજરાતી ટીવી અભિનેત્રી સહિત 2ની ધરપકડ

Published: 2nd August, 2012 09:23 IST

મુંબઈની બે ટીવી એક્ટ્રેસ અને એક દંપતિ સહિત કુલ ચાર લોકોને હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ ચલાવવાના આરોપસર પૂણેની એક 5 સ્ટાર હોટલમાંથી અટકાયતમાં લેવામાં આવ્યા છે.


gujarati-sex-racketપૂણે : તા. 02 ઓગષ્ટ

વેશ્યાવૃત્તિમાં સામેલ બંને ટીવી એક્ટ્રેસમાં એક ગુજરાતી અને એક હરિયાણાની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

ક્રાઈમ બ્રાંચની સોશિયલ સિક્યુરિટી સેલના પોલીસ ઈન્સ્પેક્ટર ભાનુપ્રતાપને શહેરમાં સેક્સ રેકેટ ચલાવવા માટે મુંબઈની ટીવી સિરિયલોમાં કામ કરતી મોડલો અને અભિનેત્રીઓનો ઉપયોગ કરવામાં આવતો હોવાની બાતમી મળી હતી. મુંબઈમાં ફિલ્મો માટે કાસ્ટિંગ એજન્સી ચલાવતું સ્મિતા ધીવર (33) અને તેનો પતિ દિનેશ ધીવર (35) દંપત્તિ અભિયન ક્ષેત્રે કામ અપાવવાની આડમાં વેશ્યાવૃત્તિ ચલાવી રહ્યું હોવાનું પણ પોલીસના ધ્યાનમાં આવ્યું હતું. જેથી પોલીસે નકલી ગ્રાહક બની 30 જુલાઈએ સ્મિતા ધીવરનો સંપર્ક સાધ્યો હતો. સ્મિતા 2 ટીવી એક્ટ્રેસ સાથે મંગળવારે પૂના આવવા રાજી થઈ ગઈ હતી.

ઈન્સ્પેક્ટર ભાનુપ્રતાપના જણાવ્યા પ્રમાણે સ્મિતાએ નકલી ગ્રાહકના સ્વાનમાં રહેલી પોલીસને 2 કલાક માટે 50 હજાર રૂપિયા ચુકવવા જણાવ્યું હતું. ટોકન રૂપે 10 હજાર રૂપિયા દિનેશ ધીવરના બેક એકાઉન્ટમાં જમા કરાવવા અને ફાઈવ સ્ટાર હોટલમાં 2 રૂમ બુક કરાવવા કહેવામાં આવ્યું હતું. પૈસા જમા કરાવ્યા બાદ સ્મિતા ધીવરે મંગળવારે પૂણે આવવા તૈયાર થઈ ગઈ હતી. પોલીસે પૂણેના શિવાજીનગર ખાતે આવેલી એક ફાઈવ સ્ટાર હોટલમાંથી ગઈ કાલે વેશ્યાવૃત્તિના ઈરાદે ટીવી એક્ટ્રેસ સહિત દલાલ દંપત્તિને ઝડપી પાડ્યું હતું.

પોલીસના જણાવ્યા પ્રમાણે ધીવર દંપત્તિ છેલા ત્રણ વર્ષની આ પ્રકારે હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ ચલાવી રહ્યાં હતાં. અટકાયતમાં લેવામાં આવેલી એક અભિનેત્રી ગુજરાતી છે જે ટીવી સિરિયલો સહિત 2 ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. જ્યારે બીજી હરિયાણાની વતની છે અને એક હરિયાણવી ફિલ્મમાં કામ કરી ચુકી છે. ધીવર દંપતીને 6 ઓગષ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં જ્યારે બંને યુવતીઓને મેજિસ્ટ્રેટ કસ્ટડીમાં મોકલી આપવામાં આવી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK