Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ડાયમંડ ક્ષેત્રે સહકાર માટે રૂપાણીએ યાકુટિયાના ગવર્નર સાથે કરાર કર્યા

ડાયમંડ ક્ષેત્રે સહકાર માટે રૂપાણીએ યાકુટિયાના ગવર્નર સાથે કરાર કર્યા

14 August, 2019 08:54 AM IST | મૉસ્કો

ડાયમંડ ક્ષેત્રે સહકાર માટે રૂપાણીએ યાકુટિયાના ગવર્નર સાથે કરાર કર્યા

વિજય રૂપાણી

વિજય રૂપાણી


ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તેમના રશિયા પ્રવાસના બીજા દિવસે રશિયાના યાકુટિયા રિજિયનના ગવર્નર સાથે રફ ડાયમંડ ક્ષેત્રમાં પરસ્પર સહયોગ માટે કરાર કર્યા છે. આ કરારના કારણે રશિયા અને સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે નવી તકો ઊભી થશે. રશિયાના ફાર ઈસ્ટ રિજિયન અને ગુજરાત ડાયમંડ સેક્ટર જોઈન્ટ ઈન્વેસ્ટમેન્ટ, પ્રોડક્શન અને પ્રોસેસિંગ તથા સ્કીલ્ડ લેબર નિર્માણ કરવાની દિશામાં સાથે મળીને સક્રિય થઈ શકશે. ઈન્ડિયા-રશિયા કો-ઓપરેશન ઈન ધ રશિયન ફાર ઈસ્ટ સેમિનારમાં આ સમજૂતી કરાર કરાયા હતા.

આ કરારના કારણે ગોલ્ડ અને ડાયમંડ માઇનિંગ, મેટલ સાયન્સ, નેચરલ રિસોર્સિસના ઉપયોગ માટે અદ્યતન ટેકનૉલૉજી અને આધુનિક ઉપકરણોના નિર્માણ ક્ષેત્રમાં રશિયાનો અનુભવ ભારત-ગુજરાતની કંપનીઓ માટે ઉપયોગી નીવડશે. વિશ્વના બજારમાં આવતા કુલ રફ ડાયમંડમાંથી ૩૩ ટકા રફ ડાયમંડ રશિયામાંથી આવે છે, જેની સામે વિશ્વમાં રફ ડાયમંડ ઘસીને પાસા પાડવાની ૮૦ ટકા કામગીરી ગુજરાતમાં થાય છે. રફ ડાયમંડ પર પ્રોસેસ થયા પછી ૯૫ ટકા નિકાસ ભારતમાંથી થાય છે.



આ પણ વાંચો : આતંકી હુમલાને પગલે શામળાજી મંદિરમાં હાઈ અલર્ટ, જવાનો ચોવીસ કલાક ખડેપગે


ડાયમંડ કટિંગ અને પોલિશિંગના વિશ્વના સૌથી મોટા હબ ગણાતા સુરતને ધ્યાનમાં રાખીને આ કરાર કરવામાં આવ્યો છે. હીરાના વેપારમાં ગુજરાતનો ભારતના જીડીપીમાં ૮ ટકા હિસ્સો છે. ઔદ્યોગિક આઉટપુટમાં ૧૭ ટકા અને દેશની કુલ નિકાસમાં હીરા ઉદ્યોગ ૨૦ ટકા જેટલું યોગદાન આપે છે.


Whatsapp-channel Whatsapp-channel

14 August, 2019 08:54 AM IST | મૉસ્કો

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK