સૌરાષ્ટ્ર ઑઇલ મિલ અસોસિએશનની બેઠક મળીઃ સીંગતેલનું ઉત્પાદન વધશે

Published: Oct 21, 2019, 08:11 IST | રાજકોટ

ગુજરાતમાં આ વર્ષે ૩૧ લાખ ટન મગફળીનાં ઉત્પાદનનો અંદાજ છે. સારા વરસાદને કારણે મગફળીનું બમ્પર ઉત્પાદન થશે. તેમ જ સીંગતેલનું ઉત્પાદન વધશે અને ભાવ અંગે ચર્ચા કરાઇ હતી.

વધશે સિંગતેલનું ઉત્પાદન(પ્રતિકાત્મક તસવીર)
વધશે સિંગતેલનું ઉત્પાદન(પ્રતિકાત્મક તસવીર)

સૌરાષ્ટ્ર ઑઇલ મિલ અસોસિએશનની બેઠક મળી હતી જેમાં આ વર્ષે મગફળીના પાકના ઉત્પાદનના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં આ વર્ષે ૩૧ લાખ ટન મગફળીનાં ઉત્પાદનનો અંદાજ છે. સારા વરસાદને કારણે મગફળીનું બમ્પર ઉત્પાદન થશે. તેમ જ સીંગતેલનું ઉત્પાદન વધશે અને ભાવ અંગે ચર્ચા કરાઇ હતી.
એક બાજુ મગફળીના ઓપન હરાજીમાં દરરોજ ભાવ ઘટી રહ્યા છે. મગફળીના ઘટતા ભાવ વચ્ચે ઑઇલ મિલરો ભાવ અને પાકનો અંદાજ કાઢશે. રાજકોટ, ગોંડલ યાર્ડમાં મગફળીની બમ્પર આવકને લઈને ભાવ ઘટી રહ્યા છે. મગફળી પ્રથમ વાર યાર્ડમાં આવી ત્યારે ૧૪૦૦થી ૧૫૦૦ ભાવ હતા. હાલ ખેડૂતોને ૮૦૦થી ૧૦૦૦ મળી રહ્યા છે. રાજકોટ અને ગોંડલ યાર્ડમાં દરરોજ ૪૦ હજાર ગૂણી મગફળીની આવક છે. સરકાર દ્વારા ટેકાના ભાવે એક મણના ૧૦૧૮ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK