Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > Coronavirus: ગુજરાતમાં વેન્ટિલેટર ધમણ-1 પર થઇ રાજનીતિ, સરકારની ચોખવટ

Coronavirus: ગુજરાતમાં વેન્ટિલેટર ધમણ-1 પર થઇ રાજનીતિ, સરકારની ચોખવટ

20 May, 2020 02:16 PM IST |
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Coronavirus: ગુજરાતમાં વેન્ટિલેટર ધમણ-1 પર થઇ રાજનીતિ, સરકારની ચોખવટ

ધમણ-1 કે અન્ય કોઈપણ વેન્ટિલેટરના નિર્માણ કે ઉપયોગમાં ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા- DCGI ના લાયસન્સની આવશ્યકતા નથી.

ધમણ-1 કે અન્ય કોઈપણ વેન્ટિલેટરના નિર્માણ કે ઉપયોગમાં ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા- DCGI ના લાયસન્સની આવશ્યકતા નથી.


ગુજરાતમાં કોરોના કેસિઝની સંખ્યા 10,000ને આંકડો પાર કરી ચૂકી છે અને અમદાવાદ માત્રમાં 8000 કેસિઝ છે ત્યારે એક નવો વિવાદ ખડો થયો છે. રાજકોટમાં બનેલા ‘બ્રિધિંગ એપેરેટસ’ જેને ધમણ-1નાં નામે ઓળખાય છે તેનો વેન્ટિલેટર તરીકે ઉપયોગ શરૂ થયો અને પછી વિવાદની હારમાળા શરૂ થઇ. આખી વિગત અહીં આપેલ પણ ગુજરાત સરકારની તાજી ચોખવટ અનુસાર  આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ કહ્યું હતું કે, “ધમણ-1 કે અન્ય કોઈપણ વેન્ટિલેટરના નિર્માણ કે ઉપયોગમાં ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા- DCGI ના લાયસન્સની આવશ્યકતા નથી. સાથે જ માહિતી આપી હતી કે પોંડેચેરી સરકારે 25, મહારાષ્ટ્ર સરકાર માટે એક દાતાએ 25 ઓર્ડર આપ્યા છે. ઉપરાંત ભારત સરકારના એચ.એલ.એલ. લાઇફ કેર લી.એ ગુણવત્તા ચકાસીને 5 હજાર વેન્ટિલેટર્સ  ખરીદવા ઓર્ડર આપ્યા છે. ધમણ-1 વેન્ટિલેટરના નિર્માણથી ગુજરાતે આત્મનિર્ભરતાનું અનન્ય અને બેનમૂન ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમગ્ર વિશ્વમાં વેન્ટિલેટરની અછત છે ત્યારે ગુજરાતની આ આત્મનિર્ભરતાની પ્રશંસા થવી જોઈએ અને તેને પ્રોત્સાહન મળવું જોઈએ.”

સમસ્યા શું હતી?



ગુજરાતની સિવિલ હૉસ્પિટલનાં સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. જે પી મોદીએ રાજ્ય સરકારનાં GMSCLને પત્ર લખીને બહેતર ગુણવત્તા વાળા વેન્ટિલેટર્સ Covid-19 હૉસ્પિટલ અને IKDRCનાં કેમ્પસ માટે મળવા જોઇએ તેવી જાણ કરી. હાલમાં સિવિલ હૉસ્પિટલમાં 250, ધમણ – 1 મશીન્સ ઉપયોગમાં હતા અને મંગળવારની બપોર સુધી તેનાથી 14


દર્દીઓની સારવાર થઇ રહી હતી. હૉસ્પિટલ ધમણ-1 ખસેડવાનાં મુડમાં નહોતી. સ્વદેશી વેન્ટિલેટર ધમણની ગુણવત્તા પર સવાલ ખડા થયા જો કે આ બધી બબાલ શરૂ થઇ તે પહેલાં 1000 ધમણ-1 રાજ્ય સરકારને અપાયા હતા પણ ક્રિટીકલ કૅર એક્સપર્ટ્સ તેની ગુણવત્તાથી ખુશ ન હતા.

મુખ્યમંત્રીના ભાઇબંધનો એંગલ પણ


 ત્યાં કોંગ્રેસના રાજ્ય પ્રમુખ અમિત ચાવડાએ મંગળવારે આ તમામ મશીન્સ હૉસ્પિટલમાંથી ખસેડી લેવા જોઇએ એવી માંગ કરી અને કહ્યું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરે છે અને ઊતરતી કક્ષાનાં વેન્ટિલેટર્સનો ઉપયોગ કરવા દે છે. અમિત ચાવડાએ આક્ષેપ મુક્યો હતો કે રાજકોટમાં બનેલા આ વેન્ટિલેટર્સ જે કંપનીમાં બન્યા છે તે ઉત્પાદક મુખ્યમંત્રીના બહુ સારા મિત્ર છે અને એટલા માટે જ કોઇપણ ક્લિનિકલ ટ્રાયલ વિના આ મશીન્સનો ઉપયોગ ચાલુ કરી દેવાયો.

જે કંપનીએ ગુજરાત રાજ્ય સરકારને નિઃશુલ્ક વેન્ટિલેટર આપ્યા તે શું કહે છે

 આ તરફ ધમણ બનાવનાર કંપનીનાં ચેરમેન પરાક્રમ સિંહ જાહેજાએ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાનાં એક રિપોર્ટ અનુસાર કહ્યું હતું કે તેઓ હવે ધમણ – III બનાવવાની તૈયારીમાં છે જે એડવાન્સ્ડ મશીન હશે. તેમણે પોતાના બચાવમાં કહ્યું કે આ પ્રોડક્ટ દસ દિવસમાં મર્યાદિત રિસોર્સિઝમાં તૈયાર કરાઇ હતી અને તે ઊતરતી ગુણવત્તાની છે જ નહીં. તેને IEC6o6o1 અને ISO 86101નાં સર્ટિફિકેટ પણ મળેલા છે અને તેનાં ઉપયોગ માટે FDCA એટલે કે ફુડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશનનાં સર્ટિફિકેટની જરૂર નથી. જો કે અન્ય એક્સપર્ટ જે એણે આ મશીન્સનો ઉપોયગ કર્યો હતો તેમણે કહ્યુ હતું કે અત્યંત ક્રિટીકલ હોય તેવા દર્દીઓની સારવાર ધમણ-1થી નથી કરાઇ રહી. કોઇપણ દેશ વેન્ટિલેટરની માંગને પહોંચી વળે તેવી પરિસ્થિતિમાં ન હતો. આવી પરિસ્થિતીમાં રાજકોટની જ્યોતિ સી.એન.સી. પ્રા. લી. એ ગુજરાતને આ મહામારીમાં મદદરૂપ થવા જરૂરી તમામ ધારાધોરણો પ્રમાણે વેન્ટિલેટરનું ઉત્પાદન કરીને, જરૂરી તમામ પરીક્ષણો અને પ્રમાણપત્રો મેળવ્યા પછી 18મી મેએ પ્રથમ ૧૦ વેન્ટિલેટર  સપ્લાય કર્યા હતા. આ સંજોગોમાં જ્યોતિ સી.એન.સી.એ અત્યાર સુધીમાં કુલ ૮૬૬ નંગ વેન્ટિલેટર  સપ્લાય કર્યા છે અને તે પણ નિઃશુલ્ક. વળી તેની કામગીરીનું ટેસ્ટિંગ પહેલાં નથી થયું તે અંગે આ ડિમાન્ડ કરનારાઓએ જાણવું રહ્યું કે દવાઓ, ગોળીઓ, ઔષધિઓ માટે ક્લિનિકલ ટ્રાયલ થાય છે અને અને મેડિકલ સાધનોના પર્ફોર્મન્સ ટેસ્ટ કરવામાં આવે છે. ધમણ-૧ દવા કે ઔષધિ નથી, વેન્ટિલેટર છે જેના ક્લિનિકલ ટ્રાયલની આવશ્યકતા નથી. જેમ નિડલ-સીરીન્જ, સ્ટેથોસ્કોપ વગેરેના ક્લિનિકલ ટ્રાયલની આવશ્યકતા નથી.

Whatsapp-channel Whatsapp-channel

20 May, 2020 02:16 PM IST | | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK