ગુજરાતના પુરુષો છે આ બાબતે બીજા નંબરે!

Published: 3rd December, 2012 04:46 IST

દેશમાં મહિલાઓ પર ઘરેલુ હિંસાના સૌથી વધારે બનાવ તામિલનાડુમાં નોંધાયા છે. સરકારે ગઈ કાલે સંસદમાં કહ્યું હતું કે તામિલનાડુમાં ગયા વર્ષે ઘરેલુ હિંસાના કુલ ૩૯૮૩ કેસ નોંધાયા હતા જે અન્ય રાજ્યો કરતાં સૌથી વધારે છે. નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યુરોના લેટેસ્ટ આંકડા મુજબ ગયા વર્ષે ઘરેલુ હિંસાના કુલ ૯૪૩૧ કેસ નોંધાયા હતા.
મહિલા અને બાળ વિકાસપ્રધાન કિષ્ના તીરથે લોકસભામાં માહિતી આપી હતી કે તામિલનાડુ પછીના ક્રમે ગુજરાત છે, જ્યાં ઘરેલુ હિંસાના ૩૨૬૬ કેસ નોંધાયા હતા. ત્રીજા ક્રમે પિમબંગ છે, જ્યાં ૧૬૬૧ કેસ નોંધાયા હતા. અગાઉનાં વર્ષોની વાત કરીએ તો ૨૦૧૦માં ઘરેલુ હિંસાના કુલ ૧૧,૭૧૮ કેસ નોંધાયા હતાં, જ્યારે ૨૦૦૯માં ૭૮૦૩ કેસ નોંધાયા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK