Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > રાધનપુરમાં અલ્પેશ અને બાયડમાં ધવલસિંહને બીજેપીની લીલી ઝંડી

રાધનપુરમાં અલ્પેશ અને બાયડમાં ધવલસિંહને બીજેપીની લીલી ઝંડી

26 September, 2019 08:48 AM IST | ગાંધીનગર

રાધનપુરમાં અલ્પેશ અને બાયડમાં ધવલસિંહને બીજેપીની લીલી ઝંડી

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા


ગુજરાત વિધાસનભાની પેટાચૂંટણી બાબતે બીજેપીની પાર્લમેન્ટરી બોર્ડ દ્વારા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને લીલી ઝંડી આપવામાં આવી છે. આગામી ૨૧ ઑક્ટોબરે યોજાનારી વિધાનસભાની ૬ બેઠકો પરની પેટાચૂંટણી માટે બીજેપીએ મુરતિયાઓની પસંદગીને આખરી ઓપ આપી દીધો છે. રાધનપુર બેઠક પર અલ્પેશ અને બાયડ બેઠક પર ધવલસિંહ ઝાલાને પ્રચાર શરૂ કરી દેવા માટે સૂચના આપી દેવામાં આવી છે.

આ પણ વાંચો : બોગસ ડિગ્રીથી વિદેશ મોકલવામાં આણંદ-નડિયાદ પ્રથમ નંબરે



રાજ્યમાં ૨૧ ઑક્ટોબરે ૬ વિધાનસભામાં પેટાચૂંટણીઓ યોજાશે. અમદાવાદની અમરાઈવાડી, સાબરકાંઠાની ખેરાલુ, બનાસકાંઠાની થરાદ, મહીસાગરની લુણાવાડા તેમ જ પાટણના રાધનપુર, અરવલ્લીની બાયડ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીઓ થશે. આ બેઠકો માટે બીજેપીએ આજે મનોમંથન કરી કેટલાંક નામોની ચર્ચા કરવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

26 September, 2019 08:48 AM IST | ગાંધીનગર

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK