Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > વિજયભાઈએ કર્યું ચોપડાપૂજન

વિજયભાઈએ કર્યું ચોપડાપૂજન

28 October, 2019 09:39 AM IST | રાજકોટ

વિજયભાઈએ કર્યું ચોપડાપૂજન

મુખ્યમંત્રીએ કર્યું ચોપડા પૂજન

મુખ્યમંત્રીએ કર્યું ચોપડા પૂજન


ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગઈ કાલે પોતાનું રાજકીય પદ ભૂલીને પરિવાર સાથે દિવાળી માણી હતી અને દિવાળીના દિવસે થતું ચોપડાપૂજન પણ પરિવાર સાથે કર્યું હતું. વિજયભાઈની રાજકોટના ગરેડિયા કૂવા રોડ પર ‌રમણીકલાલ ઍન્ડ સન્સ નામની પેઢી છે, જે હવે તેમના ભાઈ લલિતભાઈ સંભાળે છે. વિજયભાઈ છેલ્લા દોઢેક વર્ષથી આ બિઝનેસમાંથી સ્વૈચ્છિક નિવૃત્ત જેવા જ છે. અગાઉ વિજયભાઈ પણ પોતાના પપ્પા રમણીકભાઈ સાથે આ જ બિઝનેસમાં બેસતા અને બિઝનેસ સંભાળતા. ચોપડાપૂજન માટે દુકાને આવેલા વિજયભાઈ બધું ભૂલીને આજુબાજુના વેપારી મિત્રોને મળવા ગયા હતા. ચોપડાપૂજનનો કાર્યક્રમ તેમણે માત્ર પોતાના પારિવારિક સભ્યો પૂરતો જ રાખ્યો હોવાથી તેમણે કોઈ રાજકીય આગેવાનોને પણ એમાં સામેલ નહોતા થવા દીધા.


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2019 09:39 AM IST | રાજકોટ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK