Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > એન્કાઉન્ટરની તપાસ કરનાર હવે છે IIM-અમદાવાદના પ્રોફેસર

એન્કાઉન્ટરની તપાસ કરનાર હવે છે IIM-અમદાવાદના પ્રોફેસર

Published : 21 June, 2019 01:18 PM | IST | અમદાવાદ

એન્કાઉન્ટરની તપાસ કરનાર હવે છે IIM-અમદાવાદના પ્રોફેસર

એન્કાઉન્ટરની તપાસ કરનાર હવે છે IIM-અમદાવાદના પ્રોફેસર

એન્કાઉન્ટરની તપાસ કરનાર હવે છે IIM-અમદાવાદના પ્રોફેસર


રજનીશ રાય, 1992ની બેચના ગુજરાત કેડરના IPS અધિકારીએ હવે પ્રોફેસર તરીકે નવા જીવનની શરૂઆત કરી છે. જો કે આ મામલે પ્રોફેસર એરોલ ડીસોઝા, કે જેઓ IIM અમદાવાદના ડાયરેક્ટર છે તેમની સાથે કોઈ વાત નથી થઈ શકી. પરંતુ રજનીશ રાયે ગયા મહિનાથી આ સંસ્થા સાથે કામ કરવાનું શરૂ કર્યું છે.

IIM અમદાવાદે રજનીશ રાયના નામનું ફેકલ્ટી પેઈજ પણ બનાવ્યું છે. જેમાં તેમને પબ્લિક મેનેજમેન્ટ થિંક ટેન્ક, પબ્લિક સીસ્ટમ્સ ગ્રુપના ભાગ બતાવવામાં આવ્યા છે. તેમનું ઑફિશીયલ ઈ-મેઈલ આઈડી પણ તેમાં આપવામાં  આવ્યું છે.

રજનીશ રાય એ અધિકારી છે જેમણે 2005ના સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસની તપાસ કરી હતી અને સાથી IPS અધિકારી ડી. જી. વણજારા, રાજકુમાર પાંડિયાન અને દિનેશે એમ એનની 2007માં ધરપકડ કરી હતી. તેમને ડીસેમ્બર 2018માં તેમના પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જો કે તે પહેલા તેમણે 50 વર્ષના થતા સ્વૈચ્છિક નિવૃતિની માંગ કરી હતી. તેમની આ માંગણી કેન્દ્ર સરકારે નહોતી સ્વીકારી.

રાય આ મામલે CAT અને ગુજરાત હાઈકોર્ટમાં પણ ગયા હતા, જો કે કેન્દ્ર સરકારે તેમના પર અધિકારો પરવાનગી લીધા વગર બીજાના સોંપવા અને ફરજ પર હાજર ન રહેવા બદલ ચાર્જશીટ દાખલ કરી હતી અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે IIM-Aમાં રાયની નિમણુંક મે મહિનામાં ફેકલ્ટી રીક્રૂટમેન્ટ સેમિનાર દરમિયાન કરવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યા પ્રમાણે રાય પાસે જોબ માટે જરૂરી શૈક્ષણિક લાયકાત અને અનુભવ બંને છે. સાથે એમ પણ કહ્યું કે રાયની હાલ ચાલી રહેલી કાયદાકીય લડતની તેની નિમણુંક પર બહુ અસર નહીં પડે.

રજનીશ રાયની લાંબા સમયથી શૈક્ષણિક ક્ષેત્રે કારકીર્દિ બનાવવાની ઈચ્છા હતી. 2014માં તેમણે સરકારને તેમને જવાબદારીમાંથી મુક્ત કરવા માટે વિનંતી કરી હતી. જેથી તેઓ IIM ઉદયપુરમાં પ્રોફેસર તરીકે કામ કરી શકે. જો કે તેમની વિનંતી નહોતી સ્વીકારવામાં આવી.

53 વર્ષના રાયનું 2014 પછી ગુજરાતની બહાર પોસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તેઓ છેલ્લે CIAT અને ARPF ચિત્તૂર(આંધ્રપ્રદેશ)ના IGP ઙતા. 2014માં તેઓ ઝારખંડના જાદુગોડામાં આવેલા યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ચીફ ઑફિસર હતા ,ત્યારે તેમણે ત્યાં થતી અવ્યવસ્થાના પુરાવા એકઠા કરીને CBIને સોંપ્યા હતા. જો કે અનાધિકૃત રીતે તપાસ કરવા બદલ તેમની સામે ચાર્જશીટ ફાઈલ થઈ હતી.

આ પણ વાંચોઃ ગુજરાતમાં બનાવવામાં આવશે યોગ બોર્ડ, CM રૂપાણીની જાહેરાત



રજનીશ રાયે BTech, PGPPM, PG ઈને પેટન્સટ્સ લૉ અને પી.એચ.ડી કર્યું છે. રજનીશ રાયનું LLBની પરીક્ષા વખતે ચોરીમાં પણ નામ આવ્યું હતું. જો કે બાદમાં તેમને પુરાવાના અભાવે ક્લીન ચીટ મળી હતી.


Whatsapp-channel Whatsapp-channel

21 June, 2019 01:18 PM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK