Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદમાં ભૂવારાજઃ સ્કૂલ બસ ભૂવામાં ફસાઈ ગઈ, વિદ્યાર્થીઓનો આબાદ બચાવ

અમદાવાદમાં ભૂવારાજઃ સ્કૂલ બસ ભૂવામાં ફસાઈ ગઈ, વિદ્યાર્થીઓનો આબાદ બચાવ

18 June, 2019 02:55 PM IST | અમદાવાદ

અમદાવાદમાં ભૂવારાજઃ સ્કૂલ બસ ભૂવામાં ફસાઈ ગઈ, વિદ્યાર્થીઓનો આબાદ બચાવ

અમદાવાદમાં ભૂવામાં ફસાઈ બસ

અમદાવાદમાં ભૂવામાં ફસાઈ બસ


રાજ્યમાં મેઘરાજાએ હજુ તો દેખા જ દીધી છે ત્યાં જનતાને પરેશાની શરૂ થઈ ગઈ છે. અમદાવાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભૂવારાજ જોવા મળી રહ્યું છે. ભૂવાના કારણે વાહનો ફસાયા હોવાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે.

શહેરના ઘાટલોડિયામાં એક સ્કૂલ બસ આવા જ એક ભૂવામાં ફસાઈ ગઈ. આ સમયે બસમાં 20 વિદ્યાર્થીઓ સવાર હતા. જો કે સદનસીબે તમામ વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો છે. આ ઘટનાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી પોલ ખોલી નાખી છે.

bus




ઘાટલોડિયાના રન્ના પાર્ક વિસ્તારમાં સેન્ટ મેરી સ્કૂલની બસ પસાર થઈ રહી હતી. ત્યારે અચાનક જ રસ્તા પરના ભૂવામાં તે ફસાઈ ગઈ હતી. જો કે ઘટનામાં વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો છે. તમામ વિદ્યાર્થીઓનો સલામત નીચે ઉતારવામાં આવ્યા હતા.


આ પણ વાંચોઃ ગુજરાતમાં આવો છે ચોમાસાના માહોલ, વરસી રહ્યું છે આભ, જુઓ ફોટોઝ

સ્થાનિકો રસ્તાનું કામ નબળું હોવાનો આરોપ લગાવી રહ્યા છે. આ પહેલા ન્યૂ રાણીપ વિસ્તારમાં સોમવારે એક મિનિ ટ્રક જમીન બેસી જવાના કારણે ફસાયો હતો. અમરાઈવાડીમાં પણ આવી જ ઘટના સામે આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

18 June, 2019 02:55 PM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK