રાજકોટવાસીઓ આનંદો: સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે રાજકોટથી AC સ્લીપર બસ સેવા શરૂ થશે

રાજકોટ | Feb 28, 2019, 14:28 IST

સૌરાષ્ટ્રભરમાંથી મુસાફરોના ધસારાને ધ્યાને લઈને હવે રાજકોટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી દર શનિવાર અને રવિવારે ગુજરાત એસ.ટી. એ એસી સ્લિપરની ખાસ બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટવાસીઓ આનંદો: સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે રાજકોટથી AC સ્લીપર બસ સેવા શરૂ થશે
રાજકોટ થી સ્ટેચ્યૂ ઑફ યુનિટી માટે શરૂ કરાશે ખાસ બસ

ભારત દેશ જેના પર ગર્વ કરી રહ્યું છે તે સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા “સ્ટેચ્યૂ ઓફ યુનિટી” જોવા માટે રાજકોટવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે રાજ્યભરમાંથી અને દેશમાંથી લાખો લોકો ઉમટી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રના લોકો માટે ગુજરાત એસ.ટી. એ ખાસ સુવિધા ચાલુ કરી છે. સૌરાષ્ટ્રભરમાંથી મુસાફરોના ધસારાને ધ્યાને લઈને હવે રાજકોટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી દર શનિવાર અને રવિવારે એસ.ટી. બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

એસ.ટી નિગમ તરફથી મળી રહેલ માહિતી પ્રમાણે રાજકોટ ડિવિઝનને નવા 7 વાહન ફાળવવામાં આવ્યા છે. જે પૈકી એ.સી સ્લીપર કોચ રાજકોટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી રૂટ પર દોડાવાશે. આ રૂટની આગામી એક-બે દિવસમાં સત્તાવાર જાહેરાત બાદ બસ સેવા શરૂ કરી દેવાશે. મોટેભાગે આ રૂટની બસ રાત્રે રાજકોટથી ઉપડશે અને વહેલી સવારે સીધી જ કેવડિયા પહોંચશે તેવું વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ જણાવ્યું છે.

આ પણ વાંચોઃ ભૂજ-દાદર એક્સપ્રેસને કરવામાં આવી અપગ્રેડ, આજથી મળશે નવી ટ્રેન

સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે વધુને વધુ લોકો જઈ શકે તે માટે રાજકોટ એસ.ટી ડિવિઝન દ્વારા નવી બસ સેવા શરૂ કરવાનું આયોજન કરાયું છે. હાલમાં કેવડિયા કોલોની સુધી જતી એસ.ટી. બસ સેવા ઉપલબ્ધ છે, પરંતુ શનિ-રવિમાં વધુને વધુ સહેલાણીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે જઈ શકે તે માટે આ સેવા શરૂ થઇ રહી છે. રાજકોટને ફાળવેલી નવી 7 બસ પૈકી એ.સી સ્લીપર કોચ રાજકોટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને બાકીની બસ રાજકોટથી ભૂજ રૂટ પર દોડાવવામાં આવશે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK