ભૂજ-દાદર એક્સપ્રેસને કરવામાં આવી અપગ્રેડ, આજથી મળશે નવી ટ્રેન
ભૂજ-દાદર એક્સપ્રેસ હવે નવા અવતારમાં
કચ્છથી મુંબઈ આવવા માટે મહત્વની ગણાતી ભૂજ-દાદર એક્સપ્રેસ નવા સ્વરૂપમાં તૈયાર છે. રેલવેએ ઉત્કર્ષ પ્રોજેક્ટ અંતર્ગત 140 ટ્રેનોની પસંદગી કરી છે. જેમાં દરેક ટ્રેનને અપગ્રેડ કરવા માટે 60 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
ભૂજ-દાદર ટ્રેનના અત્યાધુનિક કોચ
ADVERTISEMENT
ભૂજ-દાદર ટ્રેનને કોચને અત્યાધુનિક બનાવવામાં આવ્યા છે. ટ્રેનની બર્થના કવર પણ નવા નાખવામાં આવી છે. સાથે જ રાજધાની અને શતાબ્દીમાં જ અત્યાર સુધી હતી તેવી પેસેન્જર અનાઉન્સમેન્ટ ઑડિયો સિસ્ટમ પણ નાખવામાં આવી છે. સાથે ડેસ્ટિનેશન અને કોચ ઈન્ડિકેશન બોર્ડ પણ હવે ઉપલબ્ધ રહેશે.
ટ્રેનમાં સ્વચ્છતાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ટોયલેટમાં ઑટોમેટિક હાઈજિન અને સ્મેલ કંટ્રોલ સિસ્ટમ આપવામાં આવી છે. તમામ કોચમાં બાયો ટોયલેટ પણ નાખવામાં આવ્યા છે, જેથી પાણીનો વપરાશ ઓછો થશે.
આ પણ વાંચોઃ અમદાવાદ : મોદીના આગમન પહેલા સોમવારે 2 મેટ્રો ટનલ થઇ જશે તૈયાર
સાથે જ વધુ આરામદાયક મુસાફરી માટે કોચનું ઈન્ટિરિયર પણ બદલવામાં આવ્યું છે. જેથી હવે કચ્છથી મુંબઈ આવતા મુસાફરોને વધુ સગવડવાળી મુસાફરી મળી રહેશે.


