વરના પિતા અને કન્યાની માતા લગ્નના 10 દિવસ પહેલા એકબીજા સાથે ભાગી ગયા...

Published: Jan 21, 2020, 18:13 IST | surat

લગ્ન ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં થવાના હતા, પણ 48 વર્ષનો પુરુષ અને 46 વર્ષની મહિલા, હવે દસ દિવસ બાદ મળ્યા.

સુરત, એક યુવાન અને યુવતીએ લગ્ન કરવાનું નક્કી કર્યું પણ એવામાં બન્યું એવું કે કન્યાની માતા અને વરના પિતા એકાએક ગાયબ થઈ ગયા.

લગ્ન ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં નક્કી કરવામાં આવ્યા હતા, પણ 48 વર્ષનો પુરુષ અને 46 વર્ષની સ્ત્રી હવે 10 દિવસ બાદ મળ્યા છે. આ વ્યક્તિ કતારગામ વિસ્તારનો રહેવાસી છે અને સ્ત્રી નવસારીની રહેવાસી હતી. બન્ને ગાયબ થઈ ગયા. જ્યારે બન્ને પરિવારો મિસિંગની ફરિયાદ કરાવવા પોલીસ પાસે ગયા ત્યારે સ્થિતિ એવી હતી કે બન્ને પરિવારો શરમજનક પરિસ્થિતિમાં મૂકાયા.

રિપોર્ટ પ્રમાણે, વર અને કન્યા તેમના સગપણ બાદ છેલ્લા એક વર્ષથી તેમના લગ્નની તૈયારીઓ કરી રહ્યા છે. સગપણ બધાંની મંજૂરી બાદ થયા પણ બન્નેના માતાપિતાની આ હરકતે બધાંને અચંબિત કરી દીધા છે.

છોકરાના પિતા ટેક્સટાઇલ બિઝનેસમેન અને પ્રોપર્ટી ડીલર પણ છે. તે 10 જાન્યુઆરીથી ગુમ થયેલ હતા. તે અને છોકરીની માતા બન્ને સારી રીતે એકબીજાને ઓળખતાં હતા અને બન્ને સારા મિત્રો હતા.

આ પણ વાંચો : Would be Mother Kalki Koechlinની રૅર અને બ્યૂટિફુલ તસવીરો

"તેમને બન્નેને સારી રીતે ખબર હતી કે તેઓ એક જ સોસાઇટીમાં રહે છે. તેમના નજીકના મિત્રોએ જણાવ્યું કે, તેમના ગાયબ થયા બાદ ખબર પડી કે તેઓ ભૂતકાળમાં રિલેશનશિપમાં રહી ચૂક્યા હતા. છોકરીની માતાએ તેના હાલના પતિ સાથે નવસારીમાં સગાઇ કરી હતી." બન્ને પરિવારના સંબંધીઓએ આ પ્રમાણે કહ્યું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK