રાહતદરના સિલિન્ડરની આખી કિંમત ચૂકવો, સબસિડી તમારી બૅન્કમાં જમા થઈ જશે

Published: 20th October, 2012 06:07 IST

રાંધણગૅસના સિલિન્ડરની સબસિડી જુલાઈ ૨૦૧૩થી સીધી તમારા બૅન્ક-અકાઉન્ટમાં જમા થઈ જાય એવી યોજના સરકાર અમલમાં લાવી રહી છે. આધાર કાર્ડના આધારે આ પૈસાની હેરફેર થઈ શકશે.પ્રસ્તાવિત યોજના મુજબ ગૅસનું કનેક્શન ધરાવતા ગ્રાહકોએ ગૅસ-ડીલરને ત્યાં જઈ તેમના આધાર કાર્ડનો નંબર તથા બૅન્ક-અકાઉન્ટ આપવાનાં રહેશે. દરેક મહિનાની શરૂઆતમાં સરકાર માર્કેટરેટ મુજબ ગૅસ-સિલિન્ડર ખરીદવા માટેની સબસિડીની રકમ તમારા બૅન્ક-અકાઉન્ટમાં જમા કરશે. જો માર્કેટરેટ પ્રતિ સિલિન્ડર ૯૦૦ રૂપિયા હોય અને સબસિડી ૪૫૦ રૂપિયા હોય તો બાકીના ૪૫૦ રૂપિયા તમારા અકાઉન્ટમાં જમા થઈ જશે. એ સબસિડી દરેક રાજ્ય સરકારે નક્કી કરેલાં છથી નવ ગૅસ-સિલિન્ડર સુધી મળશે. કર્ણાટકના મૈસુરમાં ઑઇલ કંપનીઓએ આ વિશેનો પાઇલટ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK