Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગારોડિયાનગરનાં ગ્રાઉન્ડ્સનો લાભ નાગરિકોને મળી શકશે?

ગારોડિયાનગરનાં ગ્રાઉન્ડ્સનો લાભ નાગરિકોને મળી શકશે?

28 December, 2011 08:34 AM IST |

ગારોડિયાનગરનાં ગ્રાઉન્ડ્સનો લાભ નાગરિકોને મળી શકશે?

ગારોડિયાનગરનાં ગ્રાઉન્ડ્સનો લાભ નાગરિકોને મળી શકશે?


 

આને માટે એક વર્ષ જશે કે વધુ સમય એ તો સમય જ કહી શકશે. એ પ્લૉટ ગારોડિયા બિલ્ડર્સના હાથમાંથી તો સુધરાઈના હાથમાં આવી ગયા, પણ હજી એના પર કોઈ ટ્રસ્ટ કે સંસ્થા માલિકી દાવો કરશે કે નહીં અને એના કોઈ માલિક નથી તો એના પરનાં અતિક્રમણો હટાવવું જેટલું સરળ દેખાય છે એટલું સુધરાઈ માટે સરળ નથી એવું ખુદ સુધરાઈના અધિકારીઓ માને છે.

સુધરાઈના ‘એન’ વૉર્ડના સહાયક આયુક્ત પ્રમોદ ખેડકરે આ માહિતી આપતાં મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘એકસાથે એક જ વિસ્તારનાં પાંચ ગ્રાઉન્ડ્સ હસ્તગત કરવાં એ સુધરાઈની અભૂતપૂર્વ સિદ્ધિ હતી, પરંતુ આ ગ્રાઉન્ડ પરનાં અતિક્રમણ હટાવવાં, એ ગ્રાઉન્ડને લોકાર્પણ માટે ડેવલપ કરવાં એ તો અભિમન્યુના સાત કોઠા પાર કરવા સમાન છે. જેમ કે અત્યારે ૯૦ ફૂટ રોડ પર આવેલું ગ્રાઉન્ડ જે અગ્રસેન ઉદ્યાન તરીકે ઓળખાય છે અને જેની જાળવણી મહારાજા અગ્રસેન સંસ્થાન કરી રહ્યું છે એની જ જો વાત કરીએ તો રાજ્ય સરકારના આદેશ પ્રમાણે સુધરાઈના કોઈ પણ ગ્રાઉન્ડની જાળવણીનું કામ કોઈ પણ સંસ્થા કે વ્યક્તિને સોંપવાની મનાઈ છે. રાજ્ય સરકારના આદેશ મુજબ હાલમાં જે કોઈ બગીચાઓ, પ્લે-ગ્રાઉન્ડ સુધરાઈનાં છે એને જાળવણી માટે કોઈ વ્યક્તિ કે સંસ્થાને દતક આપવાની મનાઈ છે. જ્યારે અગ્રસેન ઉદ્યાનની જાળવણીનું કામ હમણાં ઉચ્ચ ન્યાયાલયના આદેશ પ્રમાણે મહારાજા અગ્રસેન સંસ્થાનને સોંપવામાં આવ્યું છે. આમ છતાં આ ગ્રાઉન્ડનો હક સુધરાઈનો હોવાથી એ ગ્રાઉન્ડ પર જે કોઈ પ્રવૃત્તિ થશે એ સુધરાઈના નિયમાનુસાર જ થશે, પણ એ માટે સુધરાઈએ અગ્રસેન સંસ્થાન સાથે મનમેળ કરવા જરૂરી છે.’

હવે ગારોડિયાનગરની અંદર આવેલા યોગેશ્વર ઉદ્યાનની જાળવણી અત્યારે ત્યાંની સ્થાનિક સોસાયટીઓ કે સ્થાનિક રહેવાસીઓ કરી રહ્યા છે એમ જણાવતાં પ્રમોદ ખેડકરે કહ્યું હતું કે ‘એ ઉદ્યાન અમે હસ્તગત તો કરી લીધું, પરંતુ એના પાણીનાં અને ઇલેક્ટ્રિકનાં બિલ અત્યારની અમારી નાણાકીય પરિસ્થિતિની રીતે અમને પરવડે એમ નથી. આ ફક્ત યોગેશ્વર ઉદ્યાનની જ વાત નથી. આજના તબક્કે તો અમે એટલા સમર્થ નથી કે એ બધાં જ ઉદ્યાનની જાળવણીનું કામ સરળતાપૂર્વક કરી શકીએ. જોકે ફન્ડનું પ્રોવિઝન તો અમે કરી લઈશું, જે મળતાં હજી સમય જશે. ત્યાં સુધી આ ઉદ્યાનની જાળવણી કઈ રીતે કરવી કે જે કરે છે તેને કરવા દેવી એ એક પ્રશ્ન છે. એનો ઉકેલ લાવતાં કેટલો સમય જશે એ કહેવું મુશ્કેલ છે.’ ગારોડિયાનગરના સ્થાનિક નગરસેવક ભાલચન્દ્ર શિરસાટે પ્રમોદ ખેડકરની વાત સાથે સહમત થતાં મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘વષોર્થી આ પાંચેય ગ્રાઉન્ડ પરના માલિકી હક માટે કાયદાની લડત ચાલી રહી હતી, જેમાં આખરે લોકોનો વિજય થયો છે અને આ ગ્રાઉન્ડ કોઈની પ્રાઇવેટ સંપત્તિ બનવાને બદલે હવે સુધરાઈના હાથમાં આવી ગઈ છે એ અતિ મહત્વનું છે. આ ગ્રાઉન્ડ વહેલામાં વહેલી તકે લોકો એનો કેમ વધારે સારી રીતે ઉપયોગ કરી શકે એ માટેની કાર્યવાહી સુધરાઈએ શરૂ કરી દીધી છે.


Whatsapp-channel Whatsapp-channel

28 December, 2011 08:34 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK