તીડથી નુકસાન વેઠનાર ખેડૂતો માટે રાહતઃ હેક્ટર દીઠ 13,500 રૂપિયાની સહાય ચૂકવાશે

Published: 29th December, 2019 09:19 IST | Gandhinagar

33 ટકાથી વધુ નુકસાનવાળા ખેડૂતને મળશે સહાય

તીડ
તીડ

બનાસકાંઠાના તીડને લઈને ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે ત્યારે આજે કૃષિ વિભાગે બનાસકાંઠાના કલેકટરને સર્વે માટે આદેશ આપ્યો છે. ખેડૂતને એસડીઆરએફના ધારાધોરણ મુજબ ૩૩ ટકાથી વધુ નુકસાનવાળા ખેડૂતોને સહાય માટે જાહેરાત કરી છે. હેકટર દીઢ ૧૩,૫૦૦ રૂપિયા સહાય મળશે.

ગાંધીનગરમાં તીડ નુકસાનને લઈ સર્વે માટે સૂચના આપવામાં આવી છે. કૃષિ વિભાગે સર્વે માટે સૂચના આપી છે. બનાસકાંઠા કલેક્ટરને સર્વે માટે સૂચના આપવામાં આવી છે. ખેડૂતને એસડીઆરએફના ધારાધોરણ મુજબ સહાય મળશે. ૩૩ ટકાથી વધુ નુકસાનવાળા ખેડૂતને સહાય મળશે. હેક્ટર દીઠ ૧૩,૫૦૦ની સહાય મળશે.

આ પણ વાંચો : ખેત તલાવડી કૌભાંડ: અધિકારી પાસેથી 10 કરોડ રૂપિયાની સંપત્તિ મળી

તીડના આક્રમણને લઈને કૃષિ વિભાગના મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે નિવેદન આપ્યું છે કે સરકાર દ્વારા બનાસકાંઠાનું તીડ ઑપરેશન સફળ થયું છે અને અમુક વિસ્તારોમાં છૂટીછવાઈ તીડ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK