પોર્ન વિડિયો ક્લિપ જોઈને 13 વર્ષના ક્લાસમૅટ સાથે સંભોગ કરનાર ચાર ટીનેજરની ધરપકડ

Published: Mar 15, 2020, 17:03 IST | Mumbai

એક મહિના સુધી ક્લાસમૅટને પરેશાન કરનાર ચારેય ટીનેજરને ડોંગરીના રિમાન્ડ હૉમમાં મોકલાયા

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

ચાર ટીનેજર છોકરાઓ પોર્ન વિડિયો ક્લિપ જોઈને તેમાં જે રીતે સંભોગ કરે છે તે રીતે 13 વર્ષના પોતાના ક્લાસમૅટ જોડે એક મહિના સુધી વારંવાર સંભોગ કરતા રહ્યાં હતા. ક્લાસમૅટના માતા-પિતાની ફરિયાદ બાદ નેહરૂ નગર પોલીસે ચારેય ટીનેજરની ધરપકડ કરીને તેમને ડોંગરી રિમાન્ડ હૉમમાં મોકલ્યા છે. ટીનેજરો છોકરાને ધમકી પણ આપતા હતા કે જો તે કોઈને કહી દેશે તો તેનું પરિણામ ભયંકર આવશે.

નેહરૂ નગર પોલીસે આપેલી માહિતિ મુજબ, ટીનેજરો પોર્ન ક્લિપ જોઈને બધી જ ટ્રાય ક્લાસમૅટ પર કરતા. વિદ્યાર્થીના વ્યવારમાં બદલાવ આવતા ઘરવાળાઓને તેની સાથે થતા અત્યાચાર વિષે ખબર પડી હતી. ઘરવાળાઓએ નોંધ લીધી કે તે બહાર મિત્રો સાથે રમવા ન જાય કે તેને કંઈ પુછવામાં આવે તો સ્પષ્ટ જવાબ પણ નહોતો આપતો. તેમજ તેને બેસવામાં પણ તકલીફ પડતી હતી. પછી તેણે કહ્યું કે તેને દુખાવો થાય છે. પછી તેને ડૉક્ટર પાસે લઈ ગયા ત્યારે તેણે કબુલ્યું કે, તેનું જાતીય શોષણ કરવામાં આવ્યું છે.

ડૉક્ટરના કાઉન્સિલિંગમાં છોકરાએ કહ્યું હતું કે, આરોપી અને તેના ત્રણ મિત્રોએ એક મહિના પહેલા તેનું જાતીય શોષણ કર્યુઁ હતું. એકાંત સ્થળે લઈ જઈને એક મિત્રએ તેની સાથે સંભોગ કર્યો હતો અને બીજા ત્રણ મિત્રો તે ભાગી ન જાય એટલે તેને પકડી રાખતા હતા. પછી બિજા ત્રણ ટીનેજરોએ પણ તેની સાથે દુષકૃત્ય કર્યું હતું.

નેહરૂ નગર પોલીસે ચારેય ટીનેજરો વિરુધ્ધ આઈપીસીની ધારા 377 અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. ચારેય ટીનેજરે ગુનો કબુલ્યા બાદ તેમને  ડોંગરી રિમાન્ડ હૉમમાં મોકલવામાં આવ્યા છે. તેમજ આ ટીનેજરોએ અન્ય કોઈ સાથે પણ આવ્યું દુષકૃત્ય કર્યું છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK