પાણીના વહેણ વિરુદ્ધ માછલી ચઢી દીવાલ, બની ગઈ ઇન્ટરનેટ સેંસેશન,જુઓ વીડિયો

Updated: May 12, 2020, 00:13 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

માછલી ધીમે ધીમે દીવાલ ચઢે છે અને ચઢીને બીજી તરફ પહોંચી જાય છે. પાણીના વહેણની વિરોધમાં માછલી દીવાલ ચઢીને ઘણાંને અચંબિત કરી દે છે.

માછલી પાણીના વહેણ વિરુદ્ધ દીવાલ ચડી
માછલી પાણીના વહેણ વિરુદ્ધ દીવાલ ચડી

આપણામાંથી મોટાભાગના લોકો પોતાને પ્રેરિત કરવા માટે કંઇક ને કંઇક શોધતા હોય છે. જો કે, ક્યારેક ક્યારેક આપણી આસપાસ એવી ઘટનાઓ બનતી દેખાઇ જાય છે જે આપણને પ્રેરિત કરે છે. સોશિયલ મીડિયા સાઇટ રોડઇટ પર કંઇક એવો જ એક વીડિયો યૂઝરે શૅર કર્યો છે. વીડિયોમાં એક માછલી દીવાલ પર ચઢતી દેખાય છે. આ વાંચી તમે પણ અચંબિત થશો પણ આ હકીકત છે. વીડિયોમાં વહેતાં પાણીના વિરોધમાં માછલી નાનકડી દીવાલ ચઢતી જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પહેલા તો માછલી દીવાલ પર ચઢવા માટે ગ્રિપ બનાવવાનો પ્રયત્ન કરે છે. પછી માછલી ધીમે ધીમે દીવાલ ચઢે છે અને ચઢીને બીજી તરફ પહોંચી જાય છે. પાણીના વહેણની વિરોધમાં માછલી દીવાલ ચઢીને ઘણાંને અચંબિત કરી દે છે.

દીવાલ ચઢતાં માછલીના વીડિયો પર કોમેન્ટ કરતાં રેડ ઇટ યૂઝર્સે લખ્યું, "આ એક પ્રેરણાદાયક વીડિયો છે. જો એક માછલી પાણીના ઝડપી વહેણની વિરોધમાં દીવાલ ચઢી શકે છે તો હું પણ બધું જ કરી શકું છું." અન્ય એક યૂઝરે લખ્યું, "જો તમારે એક માછલીની દીવાલ ચઢવાની કાબેલિયત જોવી છે તો આ વીડિયો જુઓ." એક યૂઝરે રસપ્રદ કોમેન્ટ કરતાં લખ્યું, "મારી માટે ગ્રેજ્યુએશન કરવું પણ કંઇક આવું જ હતું."

This fish swimming up a wall from r/nextfuckinglevel

ઉલ્લેખનીય છે કે આ પહેલી વાર નથી કે જ્યારે નાના જીવોના અદ્ભુત કારનામાની સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી હોય. આ પહેલા એક વ્યક્તિએ એક વીડિયો શૅર કર્યો હતો જેમાં ઝડપી વહેણથી લડતાં માછલી તરતી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK