ડંખ નહીં મારું, ફૂંફાડો જરૂર મારીશ : મમતા

Published: 23rd September, 2012 03:25 IST

યુપીએ સરકારને આપેલો ટેકો પાછો ખેંચનાર તૃણમૂલ કૉન્ગ્રેસનાં વડાં મમતા બૅનરજીએ ગઈ કાલે કહ્યું હતું કે જ્યારે પણ આમ આદમીનું હિત જોખમાતું હશે ત્યારે હું ડંખ ભલે નહીં મારું પણ ફૂંફાડો જરૂર મારીશ. મલ્ટિ-બ્રૅન્ડ રીટેલમાં એફડીઆઇના મુદ્દે મમતાની પાર્ટીના છ પ્રધાનોએ શુક્રવારે રાજીનામાં આપી દીધાં હતાં. મમતાએ ગઈ કાલે એમ પણ કહ્યું હતું કે હું અહંકારી સત્તા સામે ક્યારેય માથું નહીં ઝુકાવું.કલકત્તામાં ગઈ કાલે પાણીપુરવઠા વિભાગના એક કાર્યક્રમ દરમ્યાન મમતાએ આ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘આપણે ભલે ગરીબ હોઈએ, પણ સ્વાભિમાન ધરાવીએ છીએ. જનતા લોકશાહીની સૌથી મોટી સંપત્તિ છે. બંગાળ આજે જે વિચારે છે એ આવતી કાલે આખી દુનિયા વિચારશે.’

કૉન્ગ્રેસે મમતા બૅનરજીની સરકારને આપેલો ટેકો પાછો ખેંચ્યો

યુપીએ સરકારમાંથી તૃણમૂલ કૉન્ગ્રેસના પ્રધાનોએ રાજીનામાં આપ્યા બાદ ગઈ કાલે પિમબંગની મમતા બૅનરજીની સરકારમાંથી કૉન્ગ્રેસના છ પ્રધાનોએ રાજીનામાં આપી દીધાં હતાં તથા રાજ્યના કૉન્ગ્રેસપ્રમુખ પ્રદીપ ભટ્ટાચાર્યે રાજ્યપાલને મળીને તૃણમૂલ કૉન્ગ્રેસની સરકારને આપેલો ટેકો પાછો ખેંચ્યો હોવાની જાણકારી આપતો પત્ર સોંપ્યો હતો. પિમબંગની વિધાનસભામાં કૉન્ગ્રેસના ૪૨ સભ્યો છે. જોકે ૧૮૫ વિધાનસભ્યો સાથે તૃણમૂલ કૉન્ગ્રેસ સ્પષ્ટ બહુમત ધરાવે છે એટલે કૉન્ગ્રેસે ટેકો પાછો ખેંચ્યો હોવા છતાં મમતા બૅનરજીની સરકાર સામે કોઈ ખતરો નથી.

યુપીએ = યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ

એફડીઆઇ = ફોરેન ડાઇરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK