Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ગાડી નીચે આવી ગયું બિલાડીનું બચ્ચુ, દોડતો દોડતો પહોંચ્યો વ્યક્તિ અને...

ગાડી નીચે આવી ગયું બિલાડીનું બચ્ચુ, દોડતો દોડતો પહોંચ્યો વ્યક્તિ અને...

11 September, 2019 03:48 PM IST | રશિયા

ગાડી નીચે આવી ગયું બિલાડીનું બચ્ચુ, દોડતો દોડતો પહોંચ્યો વ્યક્તિ અને...

ગાડી નીચે આવી ગયું બિલાડીનું બચ્ચુ, દોડતો દોડતો પહોંચ્યો વ્યક્તિ અને...


સોશિયલ મીડિયા પર જાતભાતના વીડિયોઝ વાઈરલ થતા હોય છે. કેટલાક સારા તો કેટલાક ખરાબ અને કેટલાક ટિકટોક વીડિયો વિચિત્ર પણ હોય છે. જો કે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો આવ્યો છે, જે જોઈને તમને હાશ થઈ જશે. થશે કે માણસાઈ હજી પણ બચી છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો ફોરેન કન્ટ્રીનો છે, જ્યાં બિલાડીનું બચ્ચું રસ્તા પર ફરી રહ્યું છે અને સિગ્નલ બંધ છે. આ દરમિયાન બિલાડીનું બચ્ચું એક કાર નીચે જતું રહે છે, બરાબર ત્યારે જ સિગ્નલ ખૂલતા કાર ચાલવા લાગે છે, અને બિલાડીનું બચ્ચું કારની નીચે જ છે.



આ જોઈને તમારો જીવ ઉંચો થઈ જશે, પણ આગળ વીડિયો જોતા ખ્યાલ આવશે કે સારું થયું. કાર શરૂ થાય ત્યારે જ પાછળની કારમાં બેઠેલો વ્યક્તિ આ જોઈ લે છે. અને ફટાફટ પોતાની કારમાં ઉતરીને આગળની કારની ઉભી રાખવા પ્રયત્ન કરે છે. જો કે કાર ઉભી રહે તે પહેલા તે બિલાડીના બચ્ચાને નીચેથી કાઢી લે છે.


આ દરમિયાન જ કાર ચાલવા લાગે છે. અને કારનો ડ્રાઈવર માંડ માંડ બિલાડીના બચ્ચાને જીવતું બચાવી લે છે. આ આખો વીડિયો પાછળની કારમાં લાગેલા ડૅશ કેમમાં રેકોર્ડ થઈ જાય છે. બાદમાં બિલાડીના બચ્ચાને બચાવનાર વ્યક્તિ બિલાડીના બચ્ચાને રસ્તાની કિનારી પર છોડી દે છે. યુટ્યુબ પ્રમાણે આ ઘટના રશિયાની સરગટકોએની છે.


Whatsapp-channel Whatsapp-channel

11 September, 2019 03:48 PM IST | રશિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK