Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રશિયાની COVID-19 વેક્સિનનું ટ્રાયલ થશે ભારતમાં

રશિયાની COVID-19 વેક્સિનનું ટ્રાયલ થશે ભારતમાં

17 October, 2020 07:35 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

રશિયાની COVID-19 વેક્સિનનું ટ્રાયલ થશે ભારતમાં

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત્ છે. વિશ્વભરના વૈજ્ઞાનિકો વેક્સિન ડેવલપ કરવા માટે દિવસરાત એક કરી રહ્યા છે એવામાં રશિયાએ જે કોરોના વાયરસની વેક્સિન બનાવવાનો દાવો કર્યો હતો તેને ભારતમાં ટ્રાયલ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. ભારતમાં Sputnik-V વેક્સીનના બીજા અને ત્રીજા ટ્રાયલ માટે ડો રેડ્ડી લેબોરેટરીઝ લિમિટેડ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) દ્વારા મંજૂરી મળી ગઈ છે.

ભારતે રશિયાની કોરોના વેક્સિન Sputnik-Vના મોટા પાયા પર અભ્યાસ માટે ટ્રાયલને મંજૂરી આપી દીધી છે.



CDSCOએ ડો રેડ્ડી લેબોરેટરીઝ લિમિટેડને દેશમાં રૂશિ વેક્સિનની અસર જાણવા માટે મોટા પાયા પર ટ્રાયલના પ્રસ્તાવને સ્વીકાર કરી દીધો છે. આ વેક્સિનની માર્કેટિંગ કરનારી રશિયન ડાયરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF) અને ડો રેડ્ડીએ ગત મહિને ભારતમાં ક્લીનિકલ ટ્રાયલ-વિતરણને લઈને સમજુતીની જાહેરાત કરી હતી.


ડો રેડ્ડીઝ અને રશિયા ડાયરેક્ટર ઇનવેસ્ટમેન્ટ ફંડે જણાવ્યું હતું કે, આ એક બહુ-કેન્દ્ર અને નિયંત્રિત અભ્યાસ થશે, જેમાં સુરક્ષા અને રોગપ્રતિકારક અભ્યાસ સામેલ થશે. કારણ કે રશિયામાં એક રસીના રૂપમાં રજીસ્ટ્રડ થતા પહેલા Sputnik-Vની ટ્રાયલ ખુબ ઓછા લોકો પર કરવામાં આવી હતી. તેથી ડીસીજીઆઈએ ડો રેડ્ડાના ભારતમાં મોટી વસ્તુ પર ટ્રાયલના પ્રારંભિક પ્રસ્તાવ પર સવાલ ઉઠાવ્યા હતા. વર્તમાનમાં સ્પુતનિક વી 40,000 લોકો પર ટ્રાયલ બાદ રજીસ્ટ્રેશન તબક્કો ત્રણ પરીક્ષણમાંથી પસાર થઈ રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2020 07:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK