હવે મરીન લાઇન્સમાં થયો ડબલ પાર્કિંગનો પ્રોબ્લેમ

Published: 29th November, 2012 08:46 IST

૯ જુલાઈએ ઍક્સિડન્ટમાં મૃત્યુ પામેલી કાવ્યા જેમાં ભણતી હતી એ બ્લૉસમ્સ હાઈ સ્કુલની સામે ડબલ પાર્કિંગની સમસ્યા ઉકેલવા બે નગરસેવકની  વિનંતીમરીન લાઇન્સ-ઈસ્ટના મહર્ષિ રોડ પર આવેલા આયકર ભવન સામે ૯ જુલાઈએ સ્કૂલથી છૂટેલી ત્રણ વર્ષની કાવ્યા હેમંત બિનાનીનું રસ્તો ક્રૉસ કરતી વખતે મૃત્યુ થયું હતું એ કાવ્યાની બ્લૉસમ્સ સ્કૂલ સામે હવે એક નવી સમસ્યા બહાર આવી છે અને એ છે ડબલ પાર્કિંગની. સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓના પેરન્ટ્સે આક્ષેપ કરતાં કહ્યું હતું કે સ્કૂલની સામે સુધરાઈ દ્વારા મોટરસાઇકલો માટે બનાવવામાં આવેલું જોખમદાયક પે ઍન્ડ પાર્ક બંધ કરાવવું જોઈએ, કારણ કે એને કારણે આ રસ્તા પર અકસ્માતની સંભાવના વધી ગઈ છે. આ પાર્કિંગને લીધે લગભગ ૧૫૦૦ સ્ટુડન્ટ્સના જીવ સુધરાઈએ જોખમમાં મૂકી દીધા છે. હાલમાં ૨૨૪ નંબરની શાખાના શિવસેનાના નગરસેવક ગણેશ સાનપ અને નગરસેવિકા બિના દૌંડકર સુધરાઈને લેટર લખી આ પાર્કિંગ હટાવવા વિનંતી કરી છે.

બ્લૉસમ્સ સ્કૂલમાં ચોથા ધોરણમાં ભણતા હિતની મમ્મી મીનલ શાહે કહ્યું હતું કે ‘પાર્કિંગની સમસ્યાને કારણે અમે કંટાળી ગયાં છીએ. સ્કૂલની સામે જ લોકો કાર પાર્ક કરે છે અને એને કારણે બાળકને ઘરે લઈ જવું અમારા માટે ઘણું મુશ્કેલ બને છે. અહીંથી પાર્કિંગની સમસ્યા જલદી જ દૂર થવી જોઈએ.’

આ સ્કૂલમાં ચોથા ધોરણમાં ભણતા આદેશની મમ્મી હેતલ લાવરીએ કહ્યું હતું કે ‘આ રસ્તો ઘણો સાંકડો છે અને પાર્કિંગને કારણે એ બ્લૉક થઈ જાય છે. સ્કૂલ છૂટે ત્યારે આ રસ્તા પર સૌથી વધુ ટ્રાફિક જૅમ થાય છે. મારા ખ્યાલથી સુધરાઈએ સિંગલ પાર્કિંગની પરવાનગી આપી છે, પણ અહીં તો ડબલ પાર્કિંગ થઈ રહ્યાં છે અને ચાલવાનો તો રસ્તો જ નથી મળતો.’

નગરસેવક ગણેશ સાનપે કહ્યું હતું કે ‘આ સ્કૂલમાં ભણતી ત્રણ વર્ષની કાવ્યા બિનાનીનું પણ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. એને ધ્યાનમાં લેતાં અમારા માટે આ ઘણી ગંભીર સમસ્યા છે. અમે સુધરાઈને આ સંદર્ભે લેટર મોકલ્યો છે અને જલદી આ સમસ્યાનો હલ કાઢવામાં આવશે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK