Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ફ્લૅટ ખરીદો ત્યારે નહીં કરવા જેવી ૧૦ મિસ્ટેક

ફ્લૅટ ખરીદો ત્યારે નહીં કરવા જેવી ૧૦ મિસ્ટેક

22 December, 2012 11:19 AM IST |

ફ્લૅટ ખરીદો ત્યારે નહીં કરવા જેવી ૧૦ મિસ્ટેક

ફ્લૅટ ખરીદો ત્યારે નહીં  કરવા જેવી ૧૦ મિસ્ટેક







બજેટ નક્કી ન કરવું

તમે ઘર માટે કેટલા પૈસા ખર્ચી શકો છો અને ખર્ચવા માગો છો એ નક્કી કરી લો. આનો અર્થ એવો નથી થતો કે તમે કેટલું ડાઉન પેમેન્ટ કરી શકો છો, પરંતુ પછીથી દર મહિને કેટલો હપ્તો ભરી શકો છો એ પણ વિચારી લો.

બૅન્કની મુલાકાત ન લેવી

તમને કેટલી લોન મળશે એ બાબતે બૅન્ક જો તમને ગૅરન્ટી આપે તો તમે કયા વિસ્તારમાં કેવું ઘર ખરીદી શકશો એ વાતે સ્પષ્ટતા રહેશે.

બૅકગ્રાઉન્ડ વિશે તપાસ ન કરવી

તમે જે બિલ્ડિંગમાં ઘર ખરીદી રહ્યા છો એને મ્યુનિસિપલ કૉર્પોરેશન તરફથી બધા પ્રકારનાં ક્લિયરન્સ મળી ગયાં છે એ જાણવા માટેનો સૌથી આસાન માર્ગ રાઇટ ટુ ઇન્ફર્મેશન ઍક્ટનો સહારો લઈને એની તપાસ કરવાનો છે. પાણીના પુરવઠા માટે બિલ્ડિંગને ક્લિયરન્સ મળ્યું છે કે નહીં અને બિલ્ડર પાસે જરૂરી એફએસઆઇ છે કે નહીં એ તમે આ ઍક્ટની મદદથી જાણી શકો છો.

પરિભાષાથી પરિચિત ન થવું

બિલ્ડરો ઘણી વાર બિલ્ટ-અપ અને સુપર બિલ્ટ-અપ જેવા શબ્દો વાપરીને એના આધારે સ્ક્વેરફૂટદીઠ ભાવ લગાવતા હોય છે. તમને જેટલી જગ્યા મળશે એ સ્ક્વેરફૂટના આધાર પર હોય છે. તમારે સ્ક્વેરફૂટ એરિયાના આધારે જ જગ્યા ખરીદવી જોઈએ.

મન્થ્લી ખર્ચનો વિચાર ન કરવો

ફ્લૅટનું દર મહિને મેઇન્ટેનન્સ કેટલું આવે છે એનો તથા અન્ય ખર્ચનો વિચાર જો તમે પહેલેથી નહીં કર્યો હોય તો ઘર ખરીદ્યા પછી તરત જ એનો આનંદ ફીકો પડી જશે.

વિસ્તારની જાણકારી પહેલેથી ન મેળવવી

દરેક પ્રૉપર્ટીની ખરીદીમાં મુખ્ય પાસું લોકેશનનું છે. જો તમારા સપનાનું ઘર માર્કેટ, લોકલ ટ્રાન્સર્પોટ મથક, સ્કૂલો કે તબીબી સુવિધાઓથી દૂર છે એ તમને પછીથી ખબર પડે તો એ ઘર તમારા માટે આર્શીવાદને બદલે બોજ બની જશે.

સુવિધાઓ વિશે તપાસ ન કરવી

દરેક ફ્લૅટધારકને પાર્કિંગ માટેની જગ્યા મળશે કે નહીં, ઇલેક્ટિÿકનું મીટર બિલ્ડર નખાવી આપશે કે નહીં તથા બીજી કોઈ સુવિધા ઑફર કરવામાં આવી છે કે નહીં અને એની પાછળ ખર્ચ કરવો પડશે કે નહીં એની પૂરી તપાસ કરી લેવી જરૂરી છે.

એજન્ટ સાથે પૂરતી વાત ન કરવી

તમારી જરૂરિયાતોને બરાબર સમજે એવો રિયલ એસ્ટેટ એજન્ટ શોધવો જરૂરી છે, જેથી તમને અનુકૂળ આવે એવું ઘર ખરીદવામાં તે મદદરૂપ બને.

દસ્તાવેજોની વિગતો ન સમજવી

ઍગ્રીમેન્ટના દસ્તાવેજ પર સહી કરતાં પહેલાં એ કોઈ વકીલને બતાવવો જરૂરી છે, જેથી એમાં કોઈ છટકબારી હોય તો એનો ખ્યાલ આવે. નહીં તો તમે કãમ્પ્લશન સર્ટિફિકેટ મેળવવાની રાહ અનિિત કાળ સુધી જોયા કરશો અથવા પ્રોજેક્ટ પૂરો થાય ત્યારે જ બાકીની રકમ ભરવાને બદલે અમુક સમયે પૈસા ચૂકવી દેવાની જાળમાં ફસાઈ જશો.

રીસેલ વૅલ્યુ વિશે ન વિચારવું

ઘરની ખરીદી કરવી એ એક મોટું મૂડીરોકાણ છે એટલે એ રોકાણનું વળતર કેટલું મળશે એ વિશે પહેલેથી વિચારી લેવું જોઈએ. ક્યારેક એવો સમય આવે કે તમારે ઘર વેચીને બીજે જવું પડે. એટલે આ માટે ઘર ખરીદતાં પહેલાં એની રીસેલ વૅલ્યુ વિશે વિચારી લીધું હોય તો સારું પડે. આનો આધાર એ વિસ્તારના સંભવિત વિકાસ તથા અન્ય સુવિધાઓ પર રહેતો હોય છે.


Whatsapp-channel Whatsapp-channel

22 December, 2012 11:19 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK