Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મમ્મી-પપ્પાનું સપનું પૂરું કરવા મારે હજી જીવવું છે

મમ્મી-પપ્પાનું સપનું પૂરું કરવા મારે હજી જીવવું છે

22 December, 2012 08:55 AM IST |

મમ્મી-પપ્પાનું સપનું પૂરું કરવા મારે હજી જીવવું છે

મમ્મી-પપ્પાનું સપનું પૂરું કરવા મારે હજી જીવવું છે







દિલ્હીમાં ગયા રવિવારે પાશવી ગૅન્ગરેપનો ભોગ બનેલી ૨૩ વર્ષની યુવતી છેલ્લા પાંચ દિવસથી જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે. તેની તબિયતમાં સહેજ સુધાર આવ્યો છે, છતાં આવનારા ૧૦ દિવસ તેના માટે મહત્વના છે. બર્બર બળાત્કાર બાદ ચાલુ બસે બહાર ફેંકી દેવાયેલી આ યુવતીની હિંમત ખરેખર બિરદાવવા જેવી છે. દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન જ્યારે પણ તેને હોશ આવ્યા છે ત્યારે તેણે ડૉક્ટર પાસે જિંદગી માગી હતી, તે વારંવાર ડૉક્ટરોને કહેતી રહે છે કે મમ્મી-પપ્પાનું સપનું પૂરું કરવા માટે મને જીવન આપો.



તબિયત હજી પણ નાજુક


યુવતીની હાલત હજી પણ નાજુક છે. આવનારા દસ દિવસ તેના જીવન માટે અત્યંત મહત્વના છે. ગુરુવારે જ્યારે તેની મમ્મી-પપ્પા મળવા આવ્યાં ત્યારે કાગળમાં લખીને તેણે ખબરઅંતર પૂછ્યા હતા. આટલી પીડા સહન કર્યા પછી પણ તે હિંમત હારી નથી. યુવતીના પિતાએ કહ્યું હતું કે મારી દીકરી ખુશમિજાજ સ્વભાવની છે. અનેક આર્થિક સમસ્યાઓ છતાં પણ તેના ચહેરા પર સ્મિત ફરકતું રહેતું હતું. સફદરજંગ હૉસ્પિટલની બહાર પણ પીડિત યુવતીના સર્પોટમાં કાલે મોટી સંખ્યામાં સ્ટુડન્ટ્સ અને મહિલા સંગઠનનાં સભ્યો હાજર રહી હતી. તેઓ સતત નારેબાજી કરીને યુવતીની હિંમતને બિરદાવતા હતા. બાદમાં હૉસ્પિટલના મૅનેજમેન્ટે અન્ય દર્દીઓને હેરાનગતિ થતી હોવાથી નારેબાજી બંધ કરવા યુવતીઓને અપીલ કરી હતી. 

જીવનભર ઝઝૂમવું પડશે


ગૅન્ગરેપનો ભોગ બનેલી ૨૩ વર્ષની મેડિકલ સ્ટુડન્ટની તબિયત વિશે માહિતી આપતાં સફદરજંગ હૉસ્પિટલના ડૉક્ટર બી. ડી. નાથાણીએ કહ્યું હતું કે યુવતીના પેટમાંથી આંતરડાંનો મોટો ભાગ કાઢવામાં આવ્યો છે. ડૉ. નાથાણીએ પણ મોત સામે ઝઝૂમવાની યુવતીની હિંમતને બિરદાવી હતી. જોકે નિષ્ણાતોના મતે સાજી થયા પછી પણ આ યુવતીએ સતત મોત સામે ઝઝૂમતાં રહેવું પડશે. સિનિયર ડૉક્ટરોને મતે તે કદાચ ક્યારેય માતા નહીં બની શકે તથા નૉર્મલ લોકોની જેમ સરળતાથી ખાઈ-પી નહીં શકે. આ પ્રકારના દર્દી પર સતત ઇન્ફેક્શનનો ખતરો હોય છે અને તેમનું જીવન અત્યંત મુશ્કેલ છે. આંતરડાં કાઢી નાખવામાં આવ્યાં હોવાથી તેને બીજાના સહારે જ જીવવું પડી શકે છે.



મદદ માટે લંબાયા હાથ


અગાઉ ગુરુવારે દિલ્હીનાં મુખ્ય પ્રધાન શીલા દીક્ષિતે યુવતીની સારવાર માટે તમામ હેલ્પની ખાતરી આપતાં કહ્યું હતું કે જો જરૂર પડશે તો વિદેશમાં પણ તેની સારવાર કરાવીશું. ગઈ કાલે કેટલીક પ્રાઇવેટ હૉસ્પિટલોએ પણ વિનામૂલ્યે સારવારની ઑફર કરી હતી. દિલ્હીની શ્રી ગંગારામ હૉસ્પિટલના મૅનેજમેન્ટે યુવતીને આંતરડાના પ્રત્યાર્પણનું ઑપરેશન વિનામૂલ્યે કરી આપવાની ઑફર કરી હતી. આ વિશે મૅનેજમેન્ટે સફદરજંગ હૉસ્પિટલના વડા ડૉ. નાથાણી સાથે વાત પણ કરી હતી.

ગૅન્ગરેપની વધુ એક ઘટના


દિલ્હીમાં ગૅન્ગરેપની ઘટનાએ દેશભરમાં ખળભળાટ મચાવ્યો છે ત્યારે કાલે ઓડિશાના કેઓનઝાર જિલ્લામાં ગૅન્ગરેપની વધુ એક ઘટના નોંધાઈ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે ત્રણ યુવાનો ૨૪ વર્ષની યુવતીને ઉઠાવીને જંગલમાં લઈ ગયા હતા, જ્યાં તેમણે બળાત્કાર કર્યા બાદ યુવતીના સોનાના દાગીના લૂંટી લીધા હતા. ઓડિશાના કટક શહેરની વતની આ પરિણીત યુવતી જાજપુર જિલ્લામાં પોતાની નાની બહેનના ઘરે જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. પોલીસે ત્રણે બળાત્કારીઓને પકડી લીધા હતા.


Whatsapp-channel Whatsapp-channel

22 December, 2012 08:55 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK