Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નફરત સામે વિકાસનો વિજયઃ ફિર એક બાર કેજરીવાલ સરકાર

નફરત સામે વિકાસનો વિજયઃ ફિર એક બાર કેજરીવાલ સરકાર

12 February, 2020 07:46 AM IST | New Delhi

નફરત સામે વિકાસનો વિજયઃ ફિર એક બાર કેજરીવાલ સરકાર

લોઢાના ચણા ચાવીને પણ છેવટે જીત્યા ખરા - ગઈ કાલે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં વિજયી થયા બાદ આપ પાર્ટીના ​મનીષ​ સિસોદિયા પાર્ટીના સપોર્ટર્સ સાથે પાર્ટીનો ઝંડો લહેરાવી જશન કરતા જોવા મળ્યા હતા. તસવીર : પી.ટી.આઇ.

લોઢાના ચણા ચાવીને પણ છેવટે જીત્યા ખરા - ગઈ કાલે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં વિજયી થયા બાદ આપ પાર્ટીના ​મનીષ​ સિસોદિયા પાર્ટીના સપોર્ટર્સ સાથે પાર્ટીનો ઝંડો લહેરાવી જશન કરતા જોવા મળ્યા હતા. તસવીર : પી.ટી.આઇ.


૮મીએ યોજાયેલી દિલ્હી વિધાનસભાની તમામ ૭૦ બેઠકો માટેની ચૂંટણીનાં પરિણામોમાં બીજેપીને આ વખતે પણ ભારે આંચકો લાગ્યો છે, તો કેજરીવાલની આમ આદમી પાર્ટી (આપ)ને ૭૦માંથી ૬૨ બેઠકો સાથે નવેસરથી વધુ પાંચ વર્ષ સત્તા ભોગવવાનો જનાદેશ મળ્યો છે, જ્યારે ભારતની સૌથી જૂની પાર્ટી કૉન્ગ્રેસ આ વખતે પણ શૂન્ય પર છે! જોકે કૉન્ગ્રેસ મનોમન એ રીતે રાજી હશે કે બીજેપીને સત્તા મળી શકી નથી. આ ચૂંટણીમાં રાજકીય રીતે અને જે રીતે પ્રચારમાં મુદ્દા રહ્યા એ દર્શાવે છે કે એમાં બીજેપીના નફરતના મુદ્દાની સામે કેજરીવાલ સરકારના વિકાસનાં કામોને મતદારોએ પસંદ કરતાં આપ પાર્ટીનો વિજય થયો છે.

દેશના રાજકારણમાં આપ પાર્ટી કરતાં બીજેપી માટે વધારે પ્રતિષ્ઠા સમાન બનેલા આ રાજકીય જંગમાં દિલ્હી વિધાનસભાની ૭૦ બેઠકોનાં પરિણામોએ પુરવાર કર્યું કે દિલ્હીમાં સતત ત્રીજી વાર આપ સરકાર બનાવવા જઈ રહી છે અને ૨૦૧૩માં સરકારી અમલદારમાંથી રાજકારણમાં આવેલા અરવિંદ કેજરીવાલ સાત વર્ષમાં લાગલગાટ ત્રીજી વાર સીએમ બનીને હૅટ-ટ્રિક નોંધાવે એમ છે. આ ચૂંટણીનાં પરિણામો ભલે ‘આપ’ની તરફેણમાં છે, પરંતુ દિલ્હીના રાજકારણમાં ‘આપ’ની જીત કરતાં બીજેપીની હાર વધારે ચર્ચામાં રહી છે, કેમ કે ૭૦ બેઠકોવાળા સાવ નાનકડા રાજ્યમાં આપ પાર્ટીના નેતા કેજરીવાલ અને તેમના ઉમેદવારોને પરાસ્ત કરવા નૅશનલ પાર્ટી બીજેપીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત સંખ્યાબંધ પ્રધાનો-સંસદસભ્યો-મુખ્ય પ્રધાનો-બીજાં રાજ્યોમાંથી બીજેપીના ધારાસભ્યો, સ્ટાર પ્રચારકો વગેરેની આખી ફોજ મેદાનમાં ઉતારી હતી તેમ છતાં એને સત્તા મળી શકી નથી.



૮ ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં ૭૦ બેઠકો માટે આ ચૂંટણીમાં મતદાન પૂરું થયા બાદ જાહેર થયેલા તમામ એક્ઝિટ પોલ સાચા ઠર્યા છે અને મતદાનના દિવસે બપોરના ૩ વાગ્યા બાદ બીજેપીની તરફેણમાં ભારે મતદાન થયાનું અને બીજેપી ૪૮ કરતાં વધારે બેઠકો સાથે સરકાર બનાવવાના તેના મનોજ તિવારી સહિતના નેતાઓના દાવા સાવ પોકળ સાબિત થતાં બીજેપી માટે આ પરિણામો નવેસરથી રાજકીય ચિંતન સમાન હોવાના નિર્દેશ કરે છે.


દિલ્હીના ૧.૪૭ કરોડ મતદારોએ ‘દિલ્હી કા બેટા’ને ફરી સત્તા સોંપીને કરન્ટ લાગશે, શાહીનબાગ એક પ્રયોગ છે, કેજરીવાલ આતંકી છે, ગોલી મારો... વગેરેને નકારી કાઢીને કેજરીવાલ સરકારની વિનામૂલ્યવાળી વિકાસલક્ષી વિવિધ યોજનાઓ પર ફરી એક વાર વિશ્વાસ મૂકીને સત્તાની બાગડોર સોંપીને દિલ્હીમાં બીજેપીને વધુ પાંચ વર્ષ વિરોધ પક્ષની પાટલી પર બેસવાનો જનાદેશ મળ્યો છે. ૮ ફેબ્રુઆરીએ ૭૦ બેઠકો માટે ૬૨.૫૯ ટકા મતદાન થયું હતું જે ગઈ ૨૦૧૫ની વિધાનસભા ચૂંટણીની સરખામણીએ ૫ ટકા ઓછું રહ્યું હતું તેમ છતાં કેજરીવાલ બાજી મારવામાં સફળ રહ્યા હતા.

રાજકીય રીતે જોઈએ તો આપ પાર્ટીને સતત બીજી વખત સ્પષ્ટ બહુમતી મળી છે. ૨૦૧૫માં ૭૦માંથી પ્રચંડ બહુમતી સમાન ૬૭ બેઠકો મળી હતી. આ વખતે આપ પાર્ટીને પાંચ સીટોનું નુકસાન ભલે થયું, પરંતુ સત્તા માટે જરૂરી એવી ૩૬ બેઠકો કરતાં તો વધારે બેઠકો ફરીથી મેળવવામાં કેજરીવાલ સફળ રહ્યા છે. દિલ્હી સરકારના નાયબ સીએમ મનીષ સિસોદિયાની ભારે ઉતાર-ચડાવ ભરી પરિસ્થિતિના અંતે ૧૩માં રાઉન્ડની ગણતરી બાદ સિસોદિયાએ જીત મેળવી હતી. દિલ્હીની ૭૦ બેઠકો માટે ૬૭૨ ઉમેદવારો મેદાનમાં હતા જેમાં ૭૯ મહિલા-ઉમેદવારોનો સમાવેશ થાય છે.


દિલ્હી તો હમારી હૈ, અબ દેશ કી બારી હૈ : આપ કાર્યાલયમાં ગુંજ્યા નારા

‘આતંકવાદ’ પર ભારે પડી ‘હનુમાન ચાલીસા’

શિક્ષણ, સ્વાસ્થ્ય અને ફ્રી યોજનાઓના સહારે કેજરીવાલ જીત્યુ દિલ

પાકિસ્તાન-શાહીનબાગ અને કરન્ટ જેવી બીજેપીની આક્રમક નીતિ ફ્લૉપ

દિલ્હીવાસીઓએ આજે એક નવી રાજનીતિને જન્મ આપ્યો : કેજરીવાલ

તમામ એક્ઝિટ પોલ પણ સાચા પડ્યા, આપ કાર્યકરો વિજ્યોત્સવમાં ડૂબ્યા

કેજરીવાલની રાજકીય સફર

દિલ્હીના સાતમા મુખ્ય પ્રધાન તરીકે અરવિંદ કેજરીવાલ પ્રથમ વખત ડિસેમ્બર ૨૦૧૩થી ફેબ્રુઆરી ૨૦૧૪ સુધી સત્તામાં રહ્યા. બીજી વખત ફેબ્રુઆરી ૨૦૧૫માં ફરી ચૂંટણી જીતીને તેઓ સીએમ બન્યા.

પ્રથમ વખત આમ આદમી પાર્ટીએ ૭૦માંથી ૨૮ બેઠક જીતી હતી. એ વખતે કૉન્ગ્રેસના સહયોગથી સરકાર બનાવવી પડી હતી, પરંતુ ફેબ્રુઆરી ૨૦૧૪માં અરવિંદ કેજરીવાલે રાજીનામું આપી દીધું હતું.

૨૦૧૫ની ચૂંટણીમાં લોકોએ અરવિંદ કેજરીવાલનું કદ ખૂબ વધારી દીધું હતું. આ ચૂંટણીમાં દિલ્હી વિધાનસભાની ૭૦ બેઠકમાંથી આમ આદમી પાર્ટીએ ૬૭ બેઠક જીતી લીધી હતી. બીજેપીએ ફક્ત ત્રણ બેઠક જીતીને સંતોષ માનવો પડ્યો હતો. કૉન્ગ્રેસે આ ચૂંટણીમાં ખાતું પણ ખોલાવ્યું ન હતું.

baby-kejriwal

બેબી કેજરીવાલ છવાયો

દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ ફરી એક વાર સત્તા પર આવ્યા છે. ગઈ કાલે આપના હેડક્વૉર્ટર્સમાં અસલ કેજરીવાલ જેવી ટોપી અને મફલર પહેરી એક વર્ષનો બાળક પણ હતો જેના પેરન્ટ્સ રાહુલ તોમર અને મીનાક્ષી આપનાં સમર્થક છે. આ ફોટો વાઇરલ થતાં લોકોએ તેને બેબી કેજરીવાલ નામે સંબોધ્યો હતો. ફોટો સોશ્યલ મીડિયામાં ઘણો વાઇરલ થયો હતો.

Whatsapp-channel Whatsapp-channel

12 February, 2020 07:46 AM IST | New Delhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK