Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ : ટ્રેન ચૂકી ગયેલા સેંકડો પરપ્રાંતિય મજૂરોને આખરે સ્કૂલમાં આશરો

મુંબઈ : ટ્રેન ચૂકી ગયેલા સેંકડો પરપ્રાંતિય મજૂરોને આખરે સ્કૂલમાં આશરો

28 March, 2020 08:01 AM IST | Mumbai
Rajendra B Aklekar, Faizan Khan

મુંબઈ : ટ્રેન ચૂકી ગયેલા સેંકડો પરપ્રાંતિય મજૂરોને આખરે સ્કૂલમાં આશરો

મજૂરો

મજૂરો


કોરોના વાઇરસના રોગચાળા અને લૉકડાઉનને કારણે મુંબઈથી હિજરત કરી રહેલા મજૂર પરિવારોને માનવતાને ધોરણે રાહત આપવાના પ્રયાસ ચાલી રહ્યા છે. કુર્લાના લોકમાન્ય ટિળક ટર્મિનસ પર છેલ્લી ટ્રેન ચૂકી ગયેલા અનેક પરિવારો નજીકમાં સાંતાક્રુઝ-ચેમ્બુર લિન્ક રોડના ફ્લાયઓવર બ્રિજની નીચે રહેતા હતા. બાવીસ માર્ચે લૉકડાઉનને પગલે ટ્રેનો બંધ કરાતાં સેંકડો મજૂર પરિવારો કુર્લામાં રઝળી પડતાં એમણે ઉક્ત ફ્લાયઓલર બ્રિજની નીચે આશ્રય લીધો હતો. કેટલાક લોકો રેલવેના પાટા વચ્ચે પથારો કરીને પડ્યા હતા. કારણકે એમને માટે ક્યાંય જવાનો માર્ગ બચ્યો નહોતો. એ લોકો ઉપરાંત તાજેતરમાં હિજરત માટે નીકળેલા મજૂર પરિવારોના ૨૦૦ જેટલા લોકોને ચેમ્બુરની એક સ્કૂલમાં લઈ જવામાં આવ્યા છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ(આરપીએફ)ના અધિકારીઓએ સ્થળની મુલાકાત લઈને સત્તાવાળાઓને એ રઝળી પડેલા લોકોને કોઈ આશ્રયસ્થાનમાં લઈ જવાનો અનુરોધ કર્યો હતો.

કુર્લાના વિધાનસભ્ય મંગેશ કુડાલકરે જણાવ્યું હતું કે એ હિજરતી મજૂરોમાં મહારાષ્ટ્રના બુલઢાણા અને સોલાપુરના રહેવાસીઓ ઉપરાંત કર્ણાટક, ઉત્તર પ્રદેશ, બિહાર અને તામિલનાડુના વતનીઓ છે. અમને એ સમસ્યાગ્રસ્તોનો સંદેશો મળતાં અમે મુંબઈ મહાનગરપાલિકાને જાણ કરી અને એમણે રાહતસામગ્રી તૈયાર કરીને કુર્લાની સ્કૂલમાં હંગામી આશ્રયસ્થાન બનાવ્યું હતું. લોકોને બહાર જવાની સગવડ માટે અમે સ્ટેટ ટ્રાન્સપોર્ટની કેટલીક બસોની પણ વ્યવસ્થા કરી છે. આ અસાધારણ કટોકટીને કારણે સમસ્યાઓ ઊભી થઈ છે અને રોગચાળામાં લોકોની સલામતી જાળવવાની પણ અનિવાર્યતા છે.

ફ્લાયઓવર બ્રિજ નીચે રહેતા કેટલાક મજૂરોએ ટિળકનગર પોલીસ સ્ટેશનના જવાનોએ એમને મારઝૂડ પણ કરી હોવાનો દાવો કર્યો હતો. એમાંના ૧૬ મજૂરોને તાવ પણ આવતો હતો. ભાભા હૉસ્પિટલનો હોમ ક્વૉરન્ટીનનો સ્ટેમ્પ લગાવેલ હામીદ નામના મજૂરે જણાવ્યું હતું કે હું ઉત્તર પ્રદેશમાં મારા ઘરે જવા નીકળ્યો હતો, પરંતુ એ જ દિવસે ટ્રેનો બંધ કરવામાં આવી હતી. મને શરદી-ખાંસી થઈ હોવાથી હું ભાભા હૉસ્પિટલમાં ગયો અને ત્યાં મને ૧૪ દિવસના હોમ ક્વૉરન્ટીનનો સ્ટેમ્પ મારવામાં આવ્યો હતો. જોકે પાણી વડે ધોવાથી એ સ્ટેમ્પ નીકળી ગયો હતો. મારી પાસેના પૈસા પૂરા થઈ ગયા છે અને હું કંઈક કામ કરીને કમાણી કરી શકું એવા પણ સંજોગો નથી.



મને શરદી-ખાંસી થઈ હોવાથી હું ભાભા હૉસ્પિટલમાં ગયો અને ત્યાં મને ૧૪ દિવસના હોમ ક્વૉરન્ટીનનો સ્ટેમ્પ મારવામાં આવ્યો હતો. જોકે પાણી વડે ધોવાથી એ સ્ટેમ્પ નીકળી ગયો હતો. મારી પાસેના પૈસા પૂરા થઈ ગયા છે અને હું કંઈક કામ કરીને કમાણી કરી શકું એવા પણ સંજોગો નથી. - હામીદ, મજૂર


Whatsapp-channel Whatsapp-channel

28 March, 2020 08:01 AM IST | Mumbai | Rajendra B Aklekar, Faizan Khan

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK