Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કોરોનાના ભય વચ્ચે લગ્નમાં વર-વધૂ સહિત સૌના મોઢે માસ્ક

કોરોનાના ભય વચ્ચે લગ્નમાં વર-વધૂ સહિત સૌના મોઢે માસ્ક

22 March, 2020 02:22 PM IST | Mumbai Desk
Mumbai Correspondent

કોરોનાના ભય વચ્ચે લગ્નમાં વર-વધૂ સહિત સૌના મોઢે માસ્ક

કોરોનાની લગ્ન પર અસર

કોરોનાની લગ્ન પર અસર


દેશવ્યાપી કોરોનાના ભય વચ્ચે લગભગ બધાની કામ કરવાની પદ્ધતિ પર અસર પડી છે. સુરક્ષા સૌપ્રથમ લગભગ દરેકનો જીવનમંત્ર છે હાલના સમયમાં. આવામાં મહારાષ્ટ્રમાં એક પરિવારે લગ્નની ઉજવણીમાં પોતાની અને મહેમાનોની સુરક્ષા માટે કેવી સાવચેતી લીધી હતી એનો વિડિયો ટ્વિટર પર શૅર કર્યો છે.

નવી મુંબઈના વાશી વિસ્તારમાં આ યુગલે લગ્નમાં માત્ર ૫૦ જેટલા નજીકના લોકોને જ આમંત્રિત કર્યા હતા. લગ્નના સમયે યુગલે તો માસ્ક પહેર્યા જ હતા, પરંતુ મહેનાનોને પણ માસ્ક આપવામાં આવ્યા હતા. સામાન્યપણે લગ્નના હૉલમાં ફૂલોની સજાવટ હોય છે, પરંતુ આ લગ્નમાં હૅન્ડ સૅનિટાઇઝર્સ પણ ટેબલ પર મૂકવામાં આવ્યા હતા તથા સંપર્ક ટાળવા માટે મહેમાનોને પૅકેજ્ડ ફૂડ સર્વ કરવામાં આવ્યું હતું.



ટ્વિટર પર શૅર કરવામાં આવેલા ફોટાઓમાં જોઈ શકાતું હતું કે સ્ટેજ પર વર-વધુ સાથે ફોટો પડાવવા દરમ્યાન પણ મહેમાનો અને યુગલે માસ્ક પહેરેલા રાખ્યા હતા. આ યુગલની પોસ્ટને ટ્વિટર પર મિશ્ર પ્ર‌તિસાદ મળ્યો છે. કેટલાકે તેમના દ્વારા લેવામાં આવેલાં સાવચેતીનાં પગલાંની સરાહના કરી છે તો વળી કેટલાકે લગ્ન પાછળ ઠેલવાની શિખામણ પણ આપી દીધી હતી.


Whatsapp-channel Whatsapp-channel

22 March, 2020 02:22 PM IST | Mumbai Desk | Mumbai Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK