કૉન્સ્ટેબલના ટીનેજર પુત્રે કર્યો ઍક્સિડન્ટ

Published: 25th December, 2012 05:54 IST

૧૫ વર્ષના છોકરાએ ત્રણ મહિલાઓ અને એક ફેરિયાને જીપની અડફેટમાં લઈ લીધાંમુંબઈપોલીસના લોકલ આર્મ્સ યુનિટ સાથે સંકળાયેલા કૉન્સ્ટેબલના ૧૫ વર્ષના પુત્રે જીપથી ત્રણ મહિલા અને એક શાકભાજી વેચનારને ગઈ કાલે ઉડાવી દેતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. તાડદેવ પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર મનોહર હિંદાલકરે કહ્યું હતું કે ‘આ કૉન્સ્ટેબલના પરિવારે સાવંતવાડી જવા માટે જીપ ભાડે કરી હતી અને ગઈ કાલે સવારે તેઓ પાછા ફર્યા હતા. આ જીપ તાડદેવમાં ટ્વિન ટાવર પાસે પોલીસ ક્વૉર્ટર્સમાં પાર્ક કરવામાં આવી હતી. સવારે સાડાઅગિયાર વાગ્યે કૉન્સ્ટેબલનો પુત્ર તેની ચીજવસ્તુઓ લેવા માટે જીપમાં ગયો હતો. તેણે જીપ ચાલુ કરતાં એ ગિયરમાં હોવાથી આગળ ધસી ગઈ હતી અને શાકભાજી વેચનારા મુકેશ ચૌધરી અને શાકભાજી ખરીદવા આવેલી ત્રણ મહિલાઓ સુનીતા કોકારે, નીતા સૂરિ અને દુલારીબાઈ પર ધસી ગઈ હતી. તેમના પગમાં ઈજા થતાં નાયર હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને પ્રથમિક ઉપચાર બાદ રજા આપવામાં આવી હતી.’

આ ઘટના બાદ પોલીસે શરૂઆતમાં ફરિયાદ લેવાનો ઉત્સાહ ન બતાવતાં ઘાયલ લોકોએ જીદ કરી હતી. ત્યાર બાદ સાંજે ફરિયાદ લઈને દસમા ધોરણમાં ભણતા ટીનેજરની ધરપકડ કરવામાં આવી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK