અમદાવાદમાં કોંગ્રેસનું મંથનઃ CWCની બેઠક શરૂ

Updated: Mar 12, 2019, 12:48 IST | અમદાવાદ

લોકસભાની ચૂંટણીનું બ્યુગલ વાગતાની સાથે જ ચૂંટણીને લઈને મનોમંથન પણ શરૂ થઈ ગયું છે. અમદાવાદમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક ચાલી રહી છે.

કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક(તસવીર સૌજન્યઃ ANI)
કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક(તસવીર સૌજન્યઃ ANI)

58 વર્ષ બાદ આજે ગુજરાતમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળી છે. અમદાવાદના સરદાર નેશનલ મેમોરિયલ ભવનમાં આ બેઠક મળી રહી છે. બેઠક પહેલા કોંગ્રેસના નેતાઓએ સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિને માળા અર્પણ કરી.

CWC MEETINGકોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક(તસવીર સૌજન્યઃ ANI)

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. જે બાદ મળેલી આ બેઠક ખૂબ જ મહત્વની છે. આ બેઠકમાં લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસની દિશા નક્કી થશે. બેઠક બાદ ગાંધીનગરના અડાલજમાં જય કિસાન જય જવાનના બેનર નીચે જનસંકલ્પ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં પાટીદારના નેતા હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાશે.

બેઠક પહેલા દાંડી માર્ચની જયંતિ નિમિતે સાબરમતી આશ્રમમાં પ્રાર્થના સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ કોંગ્રેસના નેતાઓ જોડાયા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK